વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડાયમંડ બુર્સનું કર્યુ ઉદ્ધાટન.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-17 15:40:07
  • Views : 90
  • Modified Date : 2023-12-17 15:40:07

આજે સુરતીઓને  સૌથી મોટી ભેટ મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડાયમંડ બુર્સનું ઉદ્ધાટન કર્યુ છે. તો નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કરી ત્યાંની વિશેષતા વિશે માહિતી મેળવી અને સગવડોને નીહાળી છે. તો થોડી વાર પહેલા વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ નવા એરપોર્ટ ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યુ છે.સુરતનું ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી મોટું હીરા બજાર બન્યું છે. જ્યાં એક જ સ્થળે 4200 ડાયમંડ કંપનીની ઓફિસ એક બીજા સાથે જોડાયેલી છે. ત્યારે દુનિયાભરના ડાયમંડ સ્ટડેડ જ્વેલરી,રો-મટિરિયલની હરાજી, રફ, કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ, સહિતની વસ્તુઓ મળી રહેશે. હાઈ વેલ્યુ ગુડ્ઝની અહીં મોટા પાયે ખરીદી અને વેચાણ માટે આગામી સમયમાં ઉપલબ્ધ રહેશે. અહીં 27 ઈન્ટરનેશનલ જવેલરી શો-રૂમ નિર્માણ પામશે. આ બિલ્ડિંગ મુંબઈના ભારત ડાયમંડ બુર્સ કરતા ચાર ગણી મોટી ઓફિસ છે. જેનું 66 લાખ ચોરસ ફૂટમાં નિર્માણ કાર્ય થયું છે. આ બાંધકામ અમેરિકાના પેન્ટાગોન કરતા મોટું છે.જે વિશ્વનું સૌથી મોટું ઓફિસ હબ બની ગયું છે. તો ડાયમંડ બુર્સ શિકાગોના વિલિસ ટાવરનો રેકોર્ડ તોડશે. તો મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષો પહેલા એક સપનું જોયું હતું.

Download Our B K News Today App



Related News