વડાપ્રધાન મોદી 19 એપ્રિલે જામનગરમાં મેડિકલ રિસર્ચ સેન્ટરનું ખાતમુહૂર્ત કરશે, રાષ્ટ્રપતિ 10 એપ્રિલે માધવપુર ધેડના મેળામાં હાજર રહેશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-07 15:34:13
  • Views : 199
  • Modified Date : 2022-04-07 15:34:13

 



 

વડાપ્રધાન મોદીએ ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોની ચૂંટણી બાદ જીતનો જશ્ન ગુજરાતમાં મનાવ્યો હતો. તેમણે અમદાવાદમાં રોડ શો યોજીને જીતની ઉજવણી કરી હતી. ત્યાર બાદ વડાપ્રધાન મોદી ફરીવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. વડાપ્રધાન મોદી 19મી એપ્રિલે ગુજરાત આવશે. આ દિવસે તેઓ જામનગરમાં મેડિકલ રિસર્ચ સેન્ટરનું ખાતમુહૂર્ત કરશે. આ મેડિકલ રિસર્ચ સેન્ટર કેન્દ્ર સરકાર અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું સંયુક્ત સાહસ હશે.આમ ગુજરાતમાં વડાપ્રધાનની એક પછી એક મુલાકાતો દર્શાવે છે કે રાજ્યમાં ગમે ત્યારે ચૂંટણીના પડઘમ વાગી શકે છે.

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ શુક્રવારે અમદાવાદ આવશે
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને હાલમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ શુક્રવારે અમદાવાદ આવશે. શીલજ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલી શીલજ અનુપમ સ્કૂલનું લોકાર્પણ આનંદીબેન પટેલ દ્વારા કરવામાં આવશે. સિગ્નલ સ્કૂલમાં અભ્યાસ કરતાં બાળકોને શિક્ષણ સહાયક બોન્ડ વિતરણ પણ કરવામાં આવશે. સ્કૂલ બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલું થીમ સોંગ અને એક શોર્ટ ફિલ્મ પણ લોન્ચ કરવામાં આવશે. શુક્રવારે સાંજે શીલજ ખાતે યોજાનાર કાર્યક્રમમાં મેયર કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, શાસક પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ તેમજ દંડક અરૂણસિંહ રાજપૂત સહિતના મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ કમિટીઓના ચેરમેન, ડેપ્યુટી ચેરમેન, તમામ કોર્પોરેટરો તેમજ સ્કૂલબોર્ડના ચેરમેન, ડેપ્યુટી ચેરમેન, સભ્યો અને અધિકારીઓ હાજર રહેશે.

માધવપુર ઘેડ ગામમાં પાંચ દિવસીય મેળાનું ઉદ્ઘાટન
5 એપ્રિલ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ 10 એપ્રિલે ગુજરાતના પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ગામમાં પાંચ દિવસીય મેળાનું ઉદ્ઘાટન કરશે, એમ રાજ્યના મંત્રી અને સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ મંગળવારે જણાવ્યું હતું.આ મેળો ભગવાન કૃષ્ણ અને દેવી રૂકમણીનાં લગ્નની ઉજવણી માટે માધવપુર ઘેડ, પ્રસિદ્ધ તીર્થસ્થળ ખાતે યોજાય છે. પ્રસિદ્ધ માધવરાય મંદિર મૂળરૂપે ગામમાં 13મી સદીમાં બાંધવામાં આવ્યું હતું.

Download Our B K News Today App



Related News