આગામી 30 નવેમ્બરે વડાપ્રધાન મોદી ગુજરાત આવશે, દેવદિવાળીએ કચ્છમાં વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કનું ઉદઘાટન કરશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-11 13:16:25
  • Views : 606
  • Modified Date : 2020-11-11 13:16:25

આગામી 30 નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ દેવદિવાળીએ કચ્છ ખાતે વિશ્વના સૌથી મોટા એનર્જી પાર્કનો શિલાન્યાસ કરશે અને માંડવી ખાતે એક નવા ડિસેલિનેશન પ્લાન્ટનું ઉદઘાટન કરશે. 30 દિવસમાં પીએમ મોદી બીજીવાર ગુજરાતની મુલાકાતે આવશે. આ પહેલાં 30-31 ઓક્ટોબરના રોજ મોદી ગુજરાતમાં આવ્યા હતા અને અહીં સી-પ્લેન સહિત કેવડિયા ખાતે અનેક પ્રોજેક્ટોનું લોકાર્પણ કર્યું હતું.29 ઓક્ટોબરના રોજ કેશુભાઈ પટેલના અવસાનને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રવાસના કાર્યક્રમમાં ફેરફાર કર્યો હતો. 30 ઓક્ટોબરે કેવડિયા જવાની જગ્યાએ તેઓ અમદાવાદ આવ્યા હતા. ગાંધીનગર કેશુભાઈ પટેલના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને બાપાને શ્રદ્ધાંજલિ અર્પી તેમના પરિવારને સાંત્વના પાઠવી હતી. ત્યાર બાદ તેઓ નરેશ કનોડિયાના નિવાસસ્થાને પહોંચ્યા હતા, જ્યાં તેમણે કનોડિયાબંધુને શ્રદ્ધાંજલિ અર્પી હિતુ કનોડિયા સહિત પરિવારજનોને સાંત્વના આપી હતી. ત્યાર બાદ તેઓ ગાંધીનગર કેવડિયા પહોંચ્યા હતા 29 ઓક્ટોબરના રોજ કેશુભાઈ પટેલના અવસાનને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રવાસના કાર્યક્રમમાં ફેરફાર કર્યો હતો. 30 ઓક્ટોબરે કેવડિયા જવાની જગ્યાએ તેઓ અમદાવાદ આવ્યા હતા. ગાંધીનગર કેશુભાઈ પટેલના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને બાપાને શ્રદ્ધાંજલિ અર્પી તેમના પરિવારને સાંત્વના પાઠવી હતી. ત્યાર બાદ તેઓ નરેશ કનોડિયાના નિવાસસ્થાને પહોંચ્યા હતા, જ્યાં તેમણે કનોડિયાબંધુને શ્રદ્ધાંજલિ અર્પી હિતુ કનોડિયા સહિત પરિવારજનોને સાંત્વના આપી હતી. ત્યાર બાદ તેઓ ગાંધીનગર કેવડિયા પહોંચ્યા હતા .અમદાવાદથી કેવડિયા પહોંચ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે જંગલ સફારી, એકતા મોલ, એકતા નર્સરી, રિવર રાફટિંગ, બટરફ્લાઇ ગાર્ડન વિશ્વવન સહિત કુલ 21 પ્રોજેક્ટમાંથી 17 પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું.

Download Our B K News Today App



Related News