વડાપ્રધાન મોદી ૩૦મી એ ગુજરાત આવે તેવી શક્યતા, ૩૧મી એ સ્ટેચ્યૂ ઓફ યુનિટી જશે તેવી શક્યતાઓ જાણવામાં આવે છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-10 11:10:15
  • Views : 393
  • Modified Date : 2020-10-10 11:10:15

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૦ ઓક્ટોબરે ગુજરાત પ્રવાસે આવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મોદી ૩૧ ઓક્ટોબર સરદાર પટેલ જયંતી નિમિત્તે રાજ્યની મુલાકાતે આવે તેવી શક્યતા છે. સરદાર પટેલ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી દર વર્ષે થાય છે. આ વખતે કોરોના સંક્રમણને કારણે આ ઉજવણી મર્યાદિત ઉપસ્થિતો વચ્ચે થઇ શકે છે. જો કે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે એકતા પરેડ સહિતના કાર્યક્રમોની તૈયારીઓ થઇ રહી છે. આજે ગૃહ વિભાગ દ્વારા સી.આર.પી.એફ. અને ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી વડાપ્રધાનના પ્રવાસ અને કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી હતી.

  રાજકીય સૂત્રોના જણાવ્યા મુજબ મોદી ૩૦મીએ રાત્રે ગાંધીનગર આવશે. માતા હીરાબાની મુલાકાત લઈ શકશે. ૩૧મીએ સવારે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે સી-પ્લેનનું ઉદ‌્ઘાટન કરીને તે જ પ્લેનની પ્રથમ ફ્લાઇટમાં બેસીને કેવડિયા કોલોની પહોંચશે જ્યાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી એકતા પરેડમાં હાજરી આપશે. પી.એમ.ઓના તરફથી હજુ સત્તાવાર કાર્યક્રમ અપાયો નથી,

  ગુજરાતમાં ૮ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીઓ ૩નવેમ્બરે યોજાનાર છે તે પૂર્વે વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાતને કારણે આડકતરી રીતે રાજકીય ફાયદાનું ગણિત પણ ભાજપ દ્વારા લગાવાઇ રહ્યું છે. જોકે આ વર્ષે કોરોના મહામારીના કારણે મોદી ચૂંટણી સભા સંબોધે તેવી શક્યતા હાલ જણાતી નથી. બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા નરેન્દ્ર મોદીના આગમનની તૈયારીઓ પુરજોશમાં કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.

Download Our B K News Today App



Related News