ડીસાના છોટાપુરા ગવાડી પ્રાથમિક શાળાનું ગૌરવ : સીઆરસી કક્ષાની વાંચન સ્પર્ધામાં શાળાનો પ્રથમ નંબર આવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-02-23 13:03:48
  • Views : 252
  • Modified Date : 2022-02-23 13:03:48

ડીસાના છોટાપુરા ગવાડી પ્રાથમિક શાળાનું ગૌરવ : સીઆરસી કક્ષાની વાંચન સ્પર્ધામાં શાળાનો પ્રથમ નંબર આવ્યો

 

તાજેતરમાં સીઆરસી કક્ષાની વાંચન સ્પર્ધા છોટાપુરા ગવાડી પ્રાથમિક શાળામાં યોજાઈ હતી.જેમાં રાજપુર કેન્દ્ર શાળાની તમામ શાળાઓના પ્રતિભાશાળી બાળકોએ વાંચન સ્પર્ધામાં ભાગ લીધો હતો.જેમાં રાજપુર કેન્દ્ર શાળાની છોટાપુરા ગવાડી પ્રાથમિક શાળાના ધોરણ ૭ ના વિદ્યાર્થી અલતાફખાન સાહેબખાન ઘાસુરાના શ્રેષ્ટ વાંચન કરતા પ્રથમ નંબર મેળવ્યો હતો.તથા ધોરણ ૮ ના વિદ્યાર્થી હસનેન્ન આરિફભાઈએ નૌરીનબેન મુસામિયા સિંધીનો પણ પ્રથમ નંબર મેળવ્યો હતો. હવે આ બાળકો આગામી સમયમાં યોજાનાર તાલુકા કક્ષાએ રાજપુર પગાર કેન્દ્ર શાળા વતી પ્રતિનિધિત્વ કરશે. બાળકોની આ સિદ્ધિ માટે શાળાના આચાર્ય  એમ. એન. ઘાસૂરા  એસએમસી ના અધ્યક્ષ શફી એહમદ શેખ તથા ગામલોકોએ સહભાગી બાળકો તથા શિક્ષકોની કામગીરી ને બિરદાવી અને અભિનંદનનો વરસાદ વરસાવેલ.સમગ્ર કાર્યક્રમ નું સંચાલન પ્રકાશભાઈ નાયક તથા વ્યવસ્થાની સમગ્ર કામગીરી સોહાનાબેન ઘાસુરાં, અંકિતબેન મહેસુરિયા તથા નીમિશાબેંન રામી એ કરેલી. બાળકોને નાસ્તો તથા પેન અને સર્ટીફકેટ આપવામાં આવ્યા.

Download Our B K News Today App



Related News