ચાણસ્મા તાલુકાનાં ગંગેટ મુકામે યોજાયેલ ત્રિદિવસીય ફોટો પણ પ્રતિષ્ઠા મહોત્સવનું સમાપન કરવામાં આવ્યું હતું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-12 11:48:09
  • Views : 252
  • Modified Date : 2021-11-12 11:48:09

ચાણસ્મા તાલુકાનાં ગંગેટ મુકામે કારતક સુદ ચોથથી  કારતક સુદ છઠ સુધી એટલેકે તારીખ અને ૧૦ના રોજ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો કારતક સુદ ચોથના રોજ મા સધી અને માં જહુના ફોટો પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભુવા મેહુલભાઈના કાકા સ્વ બબાભાઈ માધાભાઈ પરમારને ત્યાં હોમ હવન યોજાયો હતો ત્યારબાદ સાંજે સૌપ્રથમ દાતાઓનો સન્માન સમારોહમાં દરેક દાતાઓને માં જહુ અને મા સધીના તસવીર વાળી ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા ત્યારબાદ પતઇ રાજા સાઉન્ડના સહારે સાવન બારોટ મ્યુઝિકલ ગ્રુપ દ્વારા સાવન ભાઈ બારોટ અને મીર રાસ ગરબાની રમઝટ દ્વારા સર્વે માઈ ભક્તોને તરબોળ કરી નાખ્યા હતા ત્યારબાદ કારતક સુદ લાભપાંચમના દિવસે મા સધી અને માં જહુ ફોટો માંતાઓને ત્યાં હોમ હવન દ્વારા જાગ્રત કરી વિજય શુભ મુહૂર્તમાં શોભાયાત્રા યોજવામાં આવી હતી શોભાયાત્રા પછી નિજ મંદિરે માતાજીની ફોટોને શુભ મુહુર્તે મંદિરમાં પ્રસ્થાપિત કરવામાં આવી હતી ત્યારબાદ હવન યોજી સર્વે માં ભક્તોએ હવનમાં આહુતિ આપી હતી ત્યારબાદ સાંજે માતાજીની રમણ જાતર યોજાઇ હતી જાતરમાં લાભુ માલધારી અને તેની ટીમ દ્વારા માતાજીની રેગડી કરી માતાજીને રિઝવવામાં આવ્યા હતા બહારગામથી આમંત્રિત સર્વે ભૂવાઓ સ્ત્રીઓનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું જાતરનાં લાભુ માલધારીના આમંત્રણને માન આપી ઉત્તર ગુજરાતની લોક ગાયિકા શિલ્પા પટેલ અલકા ઠાકોર abbas mansuri જેવા ખ્યાતનામ કલાકારો ઉપસ્થિત રહી માતાજીની સ્તુતિ કરી હતી અને પ્રસંગે ભુવા મેહુલભાઇએ સર્વે માઈભક્તોને માતાજીના દર્શન કરાવી આનંદથી તરબોળ કરી દીધા હતા ત્યારબાદ કારતક સુદ છઠને રોજ સવારમાં  તેલફુલની વિધિ કરવામાં આવી હતી અને ત્યારબાદ ભુવા મેહુલભાઇએ સધીમાં અને  જહુમાં  ફોટો પ્રાણ પ્રતિષ્ઠા કરી મંદિરમાં સર્વે ભકતોને દર્શન માટે આહવાન કર્યું હતું કારતક સુદ ચોથથી છટ સુધી સર્વે માઇભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી કાર્યક્રમને સફળ બનાવવા સ્વયંસેવકો માઇભકતો તેમજ માધાભાઈ સોમાભાઈ પરિવારે  ખૂબ જહેમત ઉઠાવી હતી પ્રસંગ બાદ સર્વે બહેન દીકરીઓને માધાભાઈ સોમાભાઈના પરિવાર દ્વારા ભોજન પ્રસાદ અને ભેટ આપી ધન્યતા અનુભવી હતી બેન દીકરીઓને ભુવા મેહુલભાઇએ માતાજીના શુભાશિષ પાઠવ્યા હતા બહારથી પધારેલ સર્વે માઈ ભક્તોને પણ ભૂવા  મેહુલભાઈએ માતાજીના આશિષ પાઠવી ધન્યતા અનુભવી હતી.

Download Our B K News Today App



Related News