કચ્છના નખત્રાણામાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ભુજ-નખત્રાણા હાઈવે પર સર્કિટ હાઉસ પાસેના દબાણો હટાવાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-14 14:44:58
  • Views : 84
  • Modified Date : 2024-03-14 14:44:58

કચ્છમાં છેલ્લા કેટલાક દિવસોથી દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે. કચ્છના નખત્રાણામાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ભુજ-નખત્રાણા હાઈવે પર સર્કિટ હાઉસ પાસેના દબાણો હટાવાયા છે.  તેમજ પોલીસ કાફલા સાથે મુખ્ય રોડ પર અડચણ રૂપ દબાણો દૂર કરવામાં આવ્યા છે. કચ્છના અંજારથી લઈ દેવભૂમિ દ્વારકાના સલાયા સુધી ગેરકાયદેસર મકાનોને જમીનદોસ્ત કરવામાં આવ્યા છે.ત્યારે અંજારમાં આવેલા ધાર્મિક દબાણો ઉપર પણ બુલડોઝર ફરી વળ્યું હતું. સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બંધાયેલી ત્રણ દરગાહ અને એક મંદિરના બાંધકામને જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વહીવટી તંત્રએ દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News