પાટણ મહિલા ઉત્કર્ષ મંડળના પ્રમુખ અલકાબેન દરજી દ્વારા સરકાર માન્ય નાબાર્ડ યોજના અંતર્ગત સ્ટાઈપન તેમજ પ્રમાણપત્ર એનાયત કરાયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-29 13:43:18
  • Views : 311
  • Modified Date : 2021-08-29 13:43:18

     આજ રોજ તારીખ 27082021 ના પાટણ મહિલા ઉત્કર્ષ મંડળના પ્રમુખ અલકાબેન દરજી તથા તેમના સ્ટાફ દ્વારા સરકાર માન્ય નાબાર્ડ યોજના અંતર્ગત સ્ટાઈપન 750- રૂપિયા તથા 15 દિવસ ની એડવાન્સ ટેલરિંગ ક્લાસ કરતી 90 જેટલી બહેનો ને 15 દિવસની ટ્રેનિંગ પૂર્ણ થતા વિવિધ ગામો અઘાર, વધાસર, અને કાસા ગામની બહેનોને રૂપિયા 750 રૂ. નું સ્ટાઈપન તેમજ પ્રમાણપત્ર આપવામાં આવ્યા.આ ટ્રેનિંગ લેનાર બેહનોને તેમના જ ગામમાં યુનિટ સ્થાપીને બે વર્ષ સુધી સિવણકામની રોજગારી પૂરી પાડવામાં આવશે અને આ રોજગારીથી બહેનો દર મહિને ચારથી પાંચ હજારની રકમ ની રોજગારી મેળવશે. આ પ્રસંગે નાબાર્ડ યોજના અધિકારી તેમજ બેંકના અધિકારીઓએ સ્થળ ઉપર ઉપસ્થિત થઈ બહેનોને સન્માનિત કરી ભવિષ્યમાં આગળ વધવા પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા.

Download Our B K News Today App



Related News