ડીસા નગરપાલિકાના પ્રમુખ દ્વારા વોર્ડ નંબર-1માં પાણીના નવા બોરનું ઉદઘાટન કરાયું : લોકોને પાણીની સમસ્યાથી છુટકારો મળ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-10 11:18:18
  • Views : 282
  • Modified Date : 2022-04-10 11:18:18

ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઇ ઠક્કર દ્વારા ડીસા નગરપાલિકા હદ વિસ્તાર ના વોર્ડ નંબર એકમાં નવીન પાણીના બોરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થતાની સાથે જ લોકોને સૌથી વધુ પાણીની જરૂરિયાત હોય છે ખાસ કરીને ડીસા તાલુકામાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ છે અનેક ગામોમાં પાણીની વિકટ સમસ્યા સર્જાતી હોય છે. સાથોસાથ ડીસા શહેરી વિસ્તારમાં પણ ઉનાળાની શરૂઆત થતાની સાથે જ અનેક વિસ્તારોમાં પાણી વગર લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને અનેક વાર પાણી માટે નગરપાલિકામાં ધક્કા ખાવા પડતા હોય છે ત્યારે ડીસા નગરપાલિકા દ્વારા આ વર્ષે ડીસા શહેરી વિસ્તારમાં લોકોને પાણીની સમસ્યા ન સર્જાય તે માટે અનેક વિસ્તારોમાં નવા પાણીના બોર બનાવવામાં આવ્યા છે જેના કારણે પાણીની સમસ્યાનો લોકોએ સામનો ન કરવો પડે ત્યારે ડીસા શહેરના નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા વોર્ડ નંબર એક અને બે માં છેલ્લા ચાર વર્ષથી પાણીની વિકટ સમસ્યા સર્જાતી હતી આ બંને વિસ્તારોમાં પાણી માટે માત્ર એક જ હોવાના કારણે અનેક વિસ્તારોમાં સમયસર પાણી પહોંચતું ન હતું જેના કારણે આ વિસ્તારના લોકો પાણી માટે ભારે હાલાકીનો સામનો કરતા હતા ત્યારે આ વર્ષે ડીસા નગરપાલિકામાં ઉત્સાહી પ્રમુખ રાજુભાઈ ઠક્કર ની આગેવાનીમાં આજે વોર્ડ નંબર એકમાં નવીન બનાવેલ પાણીના બોર નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ચાર વર્ષ બાદ નવીન બોરમાંથી પાણી બહાર આવતાની સાથે જ ડીસા નગરપાલિકાના સદસ્યો દ્વારા તેના વધામણા પણ કરવામાં આવ્યા હતા ડીસા નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર એકમાં આજે નવીન પાણીના બોરની શરૂઆત કરવામાં આવતા વોર્ડ નંબર 1 અને 2 ના અનેક વિસ્તારોમાં હવે સમયસર લોકોને પાણી આપવામાં આવશે જેથી ભર ઉનાળે લોકોએ પાણીની સમસ્યાથી છુટકારો મળશે આજે નવીન બોર્ડ નું ઉદઘાટન થતા સ્થાનિક લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો આ પ્રસંગે ડીસા નગરપાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કર ઉપપ્રમુખ સવિતાબેન હરિયાણી કારોબારી ચેરમેન જીગ્નેશભાઈ જોશી, સામાજિક કલ્યાણ સમિતિના ચેરમેન નયનાબેન પરમાર, લાઈટ શાખા ના ચેરમેન પૂનમબેન ભાટી તેમજ શૈલેષભાઈ પ્રજાપતિ સહિત મોટી સંખ્યમાં પાલિકા સભ્યો હાજર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News