થરાદના કરબૂણમાં શ્રી ગુરુકૃપા પ્રાથમિક શાળામાં દારૂ-મટનની મહેફીલ : મોડી રાત્રે ગ્રામજનો આવી જતા અસામાજિક તત્વો ભાગ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-12 12:18:55
  • Views : 1665
  • Modified Date : 2021-07-12 12:18:55

     બનાસકાંઠા ના સરહદી વિસ્તાર ની એક પ્રાથમિક શાળામાં અસામાજિક તત્વો આતંક મચાવતા હોવાની ઘટના સામે આવી છે. મોડીરાત્રે ગ્રામજનો શાળાએ પહોંચતા જ અસામાજિક તત્ત્વો માસ મટન અને દારૂની બોટલ ઓરડા માજ મૂકીને નાસી ગયા હતા. બનાવ ને પગલે થરાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે

      થરાદ તાલુકાના કરબુણ ગામ માં શ્રી ગુરુકૃપા પ્રાથમિક શાળામાં અસામાજિક તત્વો ત્રાસ વાર્તાવતા હોવાની ઘટના બની છે. મોડીરાત્રે શાળાના ઓરડા માં કેટલાક અસામાજીક તત્વો દારૂ અને માંસ મટન ની મહેફિલ માણતા હોવાની માહિતી મળતા જ ગ્રામજનો શાળા માં દોડી આવ્યા હતા. જો કે ગ્રામજનો શાળામાં પહોંચતા જ અસામાજિક તત્વો માંસ મટન અને દારૂની બોટલો ત્યાં મૂકીને નાસી ગયા હતા. જ્યારે આજે વહેલી સવારે શાળાના સંચાલકો સહિત થરાદ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને તપાસ કરતા શાળાના ઓરડામાં ખાટલા પર માંસ અને દારૂની બોટલ , ગ્લાસ સહિત ની ચીજવસ્તુઓ વેરણ છેરણ હાલતમાં મળી આવ્યું હતું. ઘટના અંગે શાળાના આચાર્ય અને ગ્રામજનોએ અજાણ્યા શખ્સો સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. તેમજ સરસ્વતી ના ધામમાં  મટન અને દારૂ ની મહેફીલ માણતા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો શાળામાંથી બાળકોને ઉઠાડી લેવાની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે.

Download Our B K News Today App



Related News