ડીસા શહેરના ઇન્દિરા નગર વિસ્તારમાં વારંવાર ઉભરાતા ગટરના ગંદા પાણીના કાયમી નિકાલ માટે પાલિકા સદસ્ય દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-08 11:30:53
  • Views : 174
  • Modified Date : 2022-06-08 11:30:53

 

ડીસા નગરપાલિકામાં જ્યારથી ભાજપનું શાસન આવ્યું છે ત્યારથી ડીસા શહેરના તમામ વિસ્તારોમાં વિકાસના કામો થઇ રહ્યા છે પરંતુ આજે પણ ડીસા શહેરના એવા અનેક વિસ્તારો છે જ્યાં પાલિકા દ્વારા બનાવવામાં આવેલા ભૂગર્ભ ગટરના કામો ના કારણે સ્થાનિક લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે તેનું મુખ્ય કારણ છે કે પાલિકા દ્વારા જે ગંદા પાણીના નિકાલ માટે ગટર બનાવવામાં આવી છે તે ગંદા પાણીના નિકાલ માટેની કોઈ જ વ્યવસ્થા ના હોવાના કારણે સ્થાનિક લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે ડીસા શહેરના વોર્ડ ન-1માં આવેલ ઇન્દિરા નગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાલિકા દ્વારા બનાવવામાં આવેલ ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી રસ્તાઓ પર ભરાતા હોવાના કારણે સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. ડીસામાં વોર્ડ નંબર એકમાં આવેલ ઇન્દિરા નગર વિસ્તારમાં ભુર્ગભ ડ્રેનજ ચોકપ થવાના લીધે ગળીઓમાં ગટરોનું ગંદુ પાણી રોડ પર ઉભરાઈ ને પડી રહ્યું છે. જેના કારણે સ્થાનિક લોકો રોગચાળો ફેલાવાની દહેશત ફેલાઈ હતી. આ અંગે સ્થાનિક લોકોએ વોર્ડ ન-1ના સદસ્ય જીગ્નેશભાઈ જોષીને રજૂઆત કરતાં તેઓ તાત્કાલિક ઇન્દિરાનગર વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા અને જ્યાં પણ ગટરના ગંદા પાણી બહાર આવતા હતા તે પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઇન્દિરા નગર વિસ્તારમાં વારંવાર પાલિકા દ્વારા ગટરના ગંદા પાણીના નિકાલ માટે કંઈક ને કંઈક વ્યવસ્થા કરવામાં આવે છે તેમ છતાં પણ બે-ત્રણ મહિના બાદ પરિસ્થિતિ જૈસે થે વેશે થઈ જાય છે. ત્યારે વારંવાર સર્જાતી ગટરના ગંદા પાણીની સમસ્યાને લઈને કાયમી નિરાકરણ માટે સ્થાનિક મહિલા સદસ્ય મંજુલાબેન કિરણભાઈ રાવળ દ્વારા ડીસા નગરપાલિકા ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીને તેમજ પાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કરને લેખિતમાં રજૂઆત કરી હતી તેમ છતાં આજ દિન સુધી ગંદા પાણીની સમસ્યાનો હલ થયો નથી. ત્યારે વોર્ડ નંબર 1 ના અપક્ષ સદસ્યો કિરણબેન રાવળે તાત્કાલિક ધોરણે ગંદા પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવે તે માટે માંગ કરી હતી

Download Our B K News Today App



Related News