ડીસા સિવિલ હોસ્પિટલમાં યોજાનાર તાલુકા કક્ષાના આરોગ્ય મેળાને લઈ તૈયારીઓ શરૂ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-19 11:03:23
  • Views : 280
  • Modified Date : 2022-04-19 11:03:23


રાજ્ય સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને એક સ્થળ ઉપરથી જ આરોગ્યની તમામ સુવિધાઓ મળી રહે તે માટે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર ગુજરાતભરમાં આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે આરોગ્ય મેળામાં તમામ દર્દીઓને એક સ્થળ પર જ આરોગ્યને લગતી તમામ સુવિધાઓ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પૂરી પાડવામાં આવે છે જેના કારણે દર્દીઓને આમતેમ ભટકવું પડતું નથી અને સમયસર આરોગ્યની સુવિધા પણ મળી રહેશે જે અંતર્ગત ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે યોજાનાર આરોગ્ય મેળાને લઇને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ડીસા તાલુકા કક્ષાનો આરોગ્ય મેળો યોજાવાનો હોય આજે ડીસા તાલુકા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે મુલાકાત કરવામાં આવી હતી જેમાં ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે સુપ્રિટેન્ડન્ટ રવિ રાજ પુરોહિત સાથે ડીસા તાલુકા આરોગ્ય અધિકારી ઝવેરી સાહેબની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી જેમાં આરોગ્ય ના તમામ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આગામી સમયમાં યોજાનાર આરોગ્ય મેળામાં દર્દીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ખાસ કરીને તાલુકા કક્ષાનો આરોગ્ય મેળો હોય મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલ ખાતે અનેક દર્દીઓ આરોગ્યલક્ષી સેવાઓ લેવા માટે પહોંચવાના છે જેને લઇ ડીસા તાલુકા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અત્યારથી જ તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને વધુમાં વધુ લોકો આરોગ્ય મેળા નો લાભ લે તે માટે આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું.

 

Download Our B K News Today App



Related News