ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરી છે જેમાં ડીસા વિધાનસભા માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-08 12:32:41
  • Views : 397
  • Modified Date : 2022-09-08 13:51:05

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધેલ છે. જોકે હજુ ચૂંટણીનું જાહેરનામું બહાર પડ્યું નથી ત્યારે આમ આદમી પાર્ટી એ સૌપ્રથમ તેઓના ઉમેદવારો જાહેર કરી અન્ય પાર્ટીઓથી પોતે આગળ છે તેવી સાબિતી આપી છે. જ્યારે આમ આદમી પાર્ટીએ વધુ 10 ઉમેદવારોની જાહેરાત કરી હતી. જેમાં ડીસા વિધાનસભા માટે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ ડો.રમેશ પટેલ ઉમેદવાર બનાવ્યા છે..ડીસા વિધાનસભા બેઠક માટે આમ આદમી પાર્ટીએ ડો. રમેશ પટેલની જાહેરાત કરી છે. ડો. રમેશ પટેલ શરૂઆતથી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે તેઓ અને હાલ જિલ્લા પ્રમુખ પદે કાર્યરત છે.જ્યારે તેઓ બનાસકાંઠાના સૌથી મોટા સમાજ ચૌધરી સમાજમાંથી આવે છે.તેઓ ડીસામાં ઓર્થોપેડિક ડોક્ટર છે અને પોતાની પરિવાર ઓર્થોપેડિક હોસ્પિટલ ધરાવે છે. યુવાન છે તેમજ વિસ્તૃત મિત્ર મંડળ ધરાવે છે.તેમના નામની જાહેરાત કરી આમ આદમી પાર્ટીએ પોતાની ચાણક્યનીતિ સાબિત કરી છે. જેથી હવે ભાજપ અને કોંગ્રેસ બંનેને પણ ઉમેદવારોની જાહેરાત કરતા પહેલા તેઓની રણનીતિ બદલવી પડે તેવી સ્થિતિ સર્જાઇ છે, ત્યારે આ વખતે ડીસા વિધાનસભા ની ચૂંટણી માં ત્રિકોણીય જંગ સર્જાય અને ખૂબ જ રસપ્રદ બની રહે તેવી સ્થિતિ સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે.

Download Our B K News Today App



Related News