અમદાવાદમાં એલડી એન્જિનિયરિંગ કોલેજમાં મતગણતરીની તૈયારીઓ કરી દેવામાં આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-06-02 17:35:20
  • Views : 66
  • Modified Date : 2024-06-02 17:35:20

લોકસભા ચૂંટણીની મતગણતરીને લઈને તૈયારીઓ પૂરજોશમાં કરી દેવામાં આવી છે. અમદાવાદમાં એલડી એન્જિનિયરિંગ કોલેજમાં મતગણતરી યોજાનારી છેય જેને લઈ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. આગામી 4 જૂને મતગણતરી વહેલી સવારથી શરુ કરવામાં આવનાર છે. આ માટે થઈને અધિકૃત લોકો જ મતગણતરી કેન્દ્રમાં પ્રવેશ મેળવે એ માટે થઈને વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.શાંતિપૂર્ણ રીતે મતગણતરી યોજાય એ માટે સુરક્ષા વ્યવસ્તા પણ ચૂસ્ત કરવામાં આવ્યો છે. કોલેજ કેમ્પસની અંદર અને બહાર વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવ્યો છે. કેમ્પસને સીસીટીવીથી સજ્જ રાખવામાં આવ્યું છે.

Download Our B K News Today App



Related News