બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાની 83 ગ્રામપંચાયતની ચૂંટણીઓ તૈયારીઓ પૂર્ણ કરાઈ હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-19 12:56:17
  • Views : 269
  • Modified Date : 2021-12-19 12:56:17

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાની 83 ગ્રામપંચાયતની ચૂંટણીઓ તૈયારીઓ પૂર્ણ કરાઈ હતી.ડીસા તાલુકામાં આવતીકાલે યોજાનાર 83 ગ્રામ પંચાયતની ચૂંટણી ની તૈયારીઓને તંત્ર દ્વારા આખરી ઓપ આપી દેવાયો છે જેમાં મતદારો મતદાન કરી તેમના ગામના ઉજ્જવળ ભવિષ્ય માટે સરપંચ ને ચુંટશે.

 

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવતીકાલે 83 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાવાની છે.જેના તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. આજે વહેલી સવારથી અલગ અલગ તાલુકા મથકે ચૂંટણી અધિકારી દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. 83 ગ્રામ પંચાયતોમાં સરપંચપદ માટે કુલ 590 ઉમેદવારો મેદાનમાં છે,  જ્યારે સભ્યો માટે 1339 ઉમેદવારો વચ્ચે જંગ જામશે ગામ ના ઉજ્જવળ ભવિષ્ય માટે મતદારો મતદાન કરી સરપંચ ને ચૂંટશે. જોકે આ વખતે બેલેટ પેપરથી મતદાન થવાનું હોવાથી 2766 બેલેટ બોક્સ ની પણ વ્યવસ્થા કરાઈ છે. ચૂંટણી ની કામગીરી માટે કુલ 9865 પુલિંગ સ્ટાફ ફરજ બજાવશે અને સમગ્ર સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પર નજર રાખવા માટે કુલ 156 રૂટ પર જોનલ ઓફિસર નજર રાખશે. આજે તમામ તાલુકા મથકે થી ચૂંટણી અધિકારી દ્વારા મતદાન બોક્ષ સાથે સ્ટાફને જે તે મતદાન મથકે રવાના કરાયો છે અને ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે તંત્રએ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે.

Download Our B K News Today App



Related News