ડો. આંબેડકર એક પ્રેરણામૂર્તિ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-14 05:35:30
  • Views : 2379
  • Modified Date : 2019-04-14 05:35:30

પરમ પૂજ્ય વિશ્વવિભૂતિ બંધારણ ના રચયિતા મહિલાઓને મુક્તિદાતા નાનો મહાસાગર એક પ્રખર કાયદાપ્રધાન વૈચારિક ક્રાંતિના પ્રચારક મહાન લેખક સમાજના પ્રેરણાસ્ત્રોત એવા મહામાનવ ને ૧૨૮ મી જન્મ જયંતી નિમિત્તે કોટી કોટી નમન......
-  ડો. આંબેડકરનો જન્મ ૧૪/૪/ ૧૮૯૧ ના રોજ થયો હતો. તેમનું ઉપનામ બાબાસાહેબ હતું. તેમના પિતાજીનું નામ રામજી સક્પાલ હતું અને તેમના માતાજીનું નામ ભીમાબાઈ હતું. તેમની પત્નીનું નામ રમાબાઈ હતું. તેમજ બુદ્ધ કબીર મહાત્મા ફૂલે ડોક્ટર આંબેડકરના ગુરુ હતા. ડોક્ટર બબ્બે બાબાસાહેબ આંબેડકર ના પિતા લશ્કરી છાવણીમાં સૂબેદાર તરીકે હતા અને તેઓ તેમના પિતાજીના ૧૪મુ સંતાન હતા. તેમના વતન તરીકે મહુ, છાવણી અને મધ્યપ્રદેશ ઓળખાય છે. તેમજ તેમનો જન્મ દિવસ વિશ્વ વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેઓએ તેમનો ઉચ્ચ અભ્યાસ અમેરિકામાં કર્યો હતો ૧૯૧૨માં તેમણે સ્નાતકની પદવી મેળવી હતી. તેમજ કોલમ્બિયા યુનિવર્સિટીમાં તેઓએ પી.એચ.ડી.ની ડીગ્રી મેળવી હતી અને અમેરિકા બાદ તેઓ ઉચ્ચ અભ્યાસ માટે  લંડન ગયા હતા. ૧૯૧૮માં બાબાસાહેબ આંબેડકર પ્રોફેસર બન્યા હતા અને લંડન એમ એસ સી અને ડી એસ સી ની ડીગ્રી મેળવી હતી. તેમજ તેઓએ ૧૯૨૨માં બેરિસ્ટરની પરીક્ષા આપી હતી અને બેરિસ્ટર બન્યા બાદ તેઓએ બાર એટ લો ની ડિગ્રી મેળવી હતી. તેઓએ જર્મની દેશ ની મુલાકાત લીધી હતી. તેમજ મુંબઈમાં વકીલાતનો વ્યવસાય કર્યો હતો. તેમજ મુંબઈના દાદર માં વિશાળ પુસ્તકાલય બનાવ્યું હતું અને મૂકનાયક નામનું સામાયિક શરૂ કર્યું હતું. જ્યારે ૧૯૧૯માં ભારતના રાજકારણમાં પ્રવેશ મેળવ્યો હતો. તેમજ ડા બાબાસાહેબ આંબેડકર ૧૯૪૭ માં સૌ પ્રથમ કાયદા પ્રધાન બન્યા હતા.  તેમજ ભારતને ભારતના બંધારણની ભેટ આપી હતી. ૧૯૨૭માં દલિતોના હક માટે લડત શરૂ કરી હતી. તેમજ ૧૯૨૪માં શિક્ષિત બનો સંઘર્ષ કરો અને સંગઠિત બનો કે મૂળતંત્ર જાહેર કર્યો હતો. તેઓએ ૧૯૩૦માં લંડન ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી. તેમજ તેઓએ નાસિક,  પાર્વતી અને અંબાદેવી મંદિર પ્રવેશ માટે સત્યાગ્રહ શરૂ કર્યો હતો. તેમજ દેશભરમાં સૌથી વધુ મૂર્તિઓ ડોક્ટર આંબેડકર દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી. અને ડોક્ટર આંબેડકર પર ૩૪ ફિલ્મો બની છે. બાબાસાહેબ શિક્ષણ, રાષ્ટ્રીય એકતા અને મજબૂત કેન્દ્ર સરકારના માહિતી હતા. ૧૯૯૦માં ડોક્ટર આંબેડકર ને ભારત રત્ન ખિતાબ મળ્યો હતો. તેઓએ બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. ૬/૧૨/૧૯૫૬ ના રોજ તેઓનું નિધન થયું હતું. તેમજ ડોક્ટર આંબેડકર ની સમાધી ચૈત ભૂમિ મુંબઈ ખાતે આવેલ છે.
તો ચાલો આપણે સૌ આવા પ્રેરણામૂર્તિ ડોક્ટર આંબેડકરજીના જીવનમાંથી પ્રેરણા લઇ શિક્ષિત બનીએ , સંઘર્ષ કરીએ અને સંગઠિત થઈ સમાજ સેવા કરીએ.
ચલા ગયા હમારી બેડીયા તોડ કર ગમન કરતે હૈ હમ અને હાથ જોડકર ...  જય ભીમ જય ભીમ જય ભીમ...
 

Download Our B K News Today App



Related News