હવામાન વિભાગની આગાહી પ્રમાણે ડીસામાં પ્રીમોન્સૂન કામગીરી શરૂ : નગરપાલિકાના ભંડોળમાં ફંડ ના હોવાના કારણે કામગીરી ગોકળગતિએ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-25 10:56:02
  • Views : 302
  • Modified Date : 2021-05-25 10:56:02

     હાલમાં હવામાન ખાતા દ્વારા આગાહી કરી દેવામાં આવી છે કે આગામી માસમાં ચોમાસાની શરૂઆત થઈ જવાની છે ત્યારે જે વરસાદી સિઝન પહેલાની કામગીરી નગરપાલિકા દ્વારા કરવામાં આવતી હોય છે તેની શરૂઆત આ વર્ષે ધીમી ગતિએ ચાલુ થઈ છે...આમ જોવામાં આવે તો વરસાદની સીઝન શરૂ થવાના મહિના પહેલા તમામ નીચાણવાળા વિસ્તારોમાં તેમજ જ્યાંથી મોટી ગટર લાઈન પસાર થતી હોય છે તેવી ગટરોની સફાઈ કરી દેવામાં આવતી હોય છે આ ઉપરાંત જર્જરિત થયેલા મકાનો અને બાંધકામોના માલિકોને પણ નોટિસ આપી દેવામાં આવતી હોય છે જેના લીધે કોઈપણ દુર્ઘટના ના સર્જાય અને કોઈ જાનહાનિ ના થાય..પરંતુ આ વર્ષની વાત કરવામાં આવે તો ડીસા નગરપાલિકામાં પ્રી મોન્સૂનને લઈને કોઈ ગ્રાન્ટ પાસ ન થઈ હોવાના કારણે તેનું કામ ધીમી ગતિએ તેમજ મોડું શરૂ કરવામાં આવ્યું છે હાલમાં ડીસાના અમુક વિસ્તારોમાં ગટર સફાઈ કરવામાં આવી રહી છે.પરંતુ તે પણ ગોકળગતિ એ ચાલતી હોવાના કારણે શહેરીજનો પરેશાન થઈ રહ્યા છે.ક્યાંક ગટરમાંથી નિકાલ કરેલો ગંદકી વાળો કચરો રોડ પર પડ્યો છે તો ક્યાંક તો સફાઈ પણ હાથ ધરવામાં આવી નથી..ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરના જણાવ્યા મુજબ હાલમાં પ્રિમોન્સૂન ની કામગીરી નગરપાલિકાના સ્વભંડોળ માંથી કરવામાં આવી છે. જ્યારે ઉપર સરકારમાંથી આ સફાઈની કામગીરી માટે કોઈપણ ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી.અને એક તરફ નગરપાલિકાના સ્વભંડોળમાં પણ વધારે ફંડના હોવાના કારણે પણ કામગીરી કરવામાં તકલીફ પડતી હોય તેવું દેખાઈ રહ્યું છે.

Download Our B K News Today App



Related News