ડીસાના ભોયણ ફાટક પાસે પ્રેમીપંખીડાની આત્મહત્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-27 11:27:49
  • Views : 423
  • Modified Date : 2019-08-27 11:27:49

બનાસકાંઠામાં ડીસા પાસે વધુ એક પ્રેમીપંખીડાએ આત્મહત્યા કરી હતી. જેમાં રવીવારે ઘરેથી નીકળી ગયેલા આ બંને યુવક-યુવતિની સોમવારે ભોયણના ફાટક પાસે કપાઇ ગયેલી હાલતમાં લાશ મળી આવતાં ડીસા તાલુકા
પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
બનાસકાંઠામાં આત્મહત્યાના બનાવમાં ચિંતાજનક હદે વધારો થઈ રહ્યો છે. જેમાં અઠવાડિયા અગાઉ જ કાંકરેજ પાસે કેનાલમાં પડી પ્રેમીપંખીડાએ આત્મહત્યા કર્યા બાદ સોમવારે ડીસાના ભોયણ પાસે વધુ એક પ્રેમીપંખીડાએ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. જેમાં ડીસા તાલુકાના વાસણા-જુનાડીસા ગામે રહેતા ૨૦ વર્ષિય  યુવક સતીષ પરમાર મજુરી કામ કરી પોતાનું જીવનનિર્વાહ ચલાવી રહ્યો હતો. જોકે રવિવારથી તે ઘરેથી લાપતા હોવાથી તેના
પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. તે દરમિયાન સોમવારે વહેલી સવારે ભોયણ ગામની ફાટક પાસેથી સતીષ
પરમાર સહિત અન્ય એક યુવતિની કપાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ બંને પ્રેમીપંખીડા ટ્રેન નીચે
પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું જાણવા મળતા જ આસપાસના લોકોએ આ અંગે ડીસા તાલુકા પોલીસને જાણ કરી હતી. આમ આ બનાવને પગલે પોલીસે ઘટનાસ્થળે
પહોંચી બન્નેની લાશને
પી.એમ.અર્થે ખસેડી હતી. મૃતક યુવતિના પરિવારજનોની શોધખોળ શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News