ડીસા તાલુકા સાવિયાણા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર સગર્ભા તપાસ કેમ્પ” યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-20 12:28:37
  • Views : 225
  • Modified Date : 2021-11-20 12:28:37

ડીસા તાલુકાના સાવીયાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સબ સેન્ટર નવા  ખાતે  તાલુકા આરોગ્ય અધિકારી ડો. જે. એચ. હરિયાણી અને મેડિકલ ઓફિસર  ડો. કોશિક પંચાલ, આયુશ મેડીકલ ઓફીસર મહેશભાઇ પ્રજાપતી ના સીધા માર્ગદર્શન હેઠળ હાલમાં ચાલતી વેશ્વિક કોરોના મહામારી અંતર્ગત સગર્ભા બેનો માટે વિના મુલ્યે આરોગ્ય તપાસ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાંથી સગર્ભા બહેનોને આરોગ્યની તપાસ કરવા માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં મોટા ખર્ચે જવું પડતું હોય છે ત્યારે ખર્ચાઓ માંથી મુક્તિ મળે તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ શકે સગર્ભા બહેનોને સુવિધાઓ પુરી પાડવામાં આવે છે.જેમાં સગર્ભા કેમ્પમાં નવા , સાવિયાણા  અને ખરડોસણ   ગામની કુલ  ૩૫  સગર્ભા બેનો તપાસ કેમ્પ નો લાભ લીધો હતો. સગર્ભા ની તપાસ માટે પુષ્પ હોસ્પિટલ, ડીસા ના ગાયનેકોલોજીસ્ટ ડો. ગણેશ સિંહલ હાજર રહ્યા હતા. સગર્ભાબેનોની આરોગ્ય તપાસ, સંપુર્ણ લેબોરેટરી તપાસ અને RTPCR ટેસ્ટીંગ  અને સગર્ભા બેનો ને  કોરાના વેકશીનેશન  પણ આપવામાં આવી હતી.તમામ સગર્ભાબેનો ને પોષણ માટે મગ નું વિતરણ કરવામાં આવ્યું હતું. તથા આર્યન ફોલિક એસિડ અને કેલ્શિયમ ની ગોળી ઉપરાંત આરોગ્યલક્ષી શિક્ષણ આપવામાં આવેલ અને નિશુલ્ક ટ્રાન્સપોર્ટ સુવિધા આપવામાં આવેલ. કેમ્પમાં સાવિયાણા  ના હેલ્થ સુપરવાઇઝર ગણપતભાઇ  પરમાર, શ્રીમતિ મધુબેન રાવલ ,  MPHW  શ્રી રોનકભાઇ પરમાર  ,એકાઉન્ટંટ કનુભાઇ પ્રજાપતી , કોમ્યુનીટી હેલ્થ ઓફીસર શ્રી હેતલબેન રાજગોર , ફિમેલ હેલ્થ વર્કર શ્રીમતી ભારતીબેન ઠાકોર અને  તમામ, આશાઓ અને આશા ફેસીલીટર તથા સગર્ભા બેનો હાજર રહેલ.

Download Our B K News Today App



Related News