બનાસકાંઠાના વનવાસી વિસ્તારમાં ધર્મપરિવર્તનની પ્રવૃત્તિ રોકવા માર્ગદર્શન અપાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-08 11:35:55
  • Views : 722
  • Modified Date : 2020-10-08 11:35:55

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના વિસ્તારમાં વટાળપ્રવૃત્તિ વેગ પકડી રહી છે. જેને રોકવા માટે વિશ્વ હિન્દુ
પરિષદ અને દુર્ગાવાહિની આયામ દ્વારા મંગળવારથી પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. જેમાં દીકરીઓને યોગ્ય માર્ગદર્શન સાથે સ્વરક્ષણની તાલીમ પણ પૂરી પાડવામાં આવનાર છે.
વિશ્વ હિન્દુ પરિષદના દુર્ગાવાહિની આયામ દ્વારા દાંતા પ્રખંડના અંતરિયાળ વિસ્તારના ખંડ કુંડેલ, ગોધણી, બાણોદરા અને રૂપપુરા જેવા વનવાસી ખંડમાં દુર્ગાશક્તિ કેન્દ્રોની દુર્ગાવાહિની મહેસાણા વિભાગ સંયોજિકા ડો. અવનીબેન આલ અને જિલ્લા સંયોજિકા હિરલબેન ચૌધરી દ્વારા મંગળવારના દિવસે શુભ શરૂઆત કરવામાં આવી હતી. આ દુર્ગાશક્તિ કેન્દ્ર દ્વારા યુવાન દિકરીઓમાં સેવા, સુરક્ષા અને સંસ્કારનું સિંચન કરવામાં આવશે. તેમજ વનવાસી વિસ્તારમાં ચાલતી
ધર્મપરિવર્તનની પ્રવૃતિને રોકવા માટે માર્ગદર્શન આપવામાં આવશે. તેમજ યુવાન દીકરીઓને સ્વરક્ષણ માટેની તાલીમ અને માર્ગદર્શન પુરૂ
પાડવામાં આવશે.

Download Our B K News Today App



Related News