પ્રવિણ રાઉત ગેંગનો સાગરીત હથિયાર સાથે ઝડપાયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-01-09 08:47:01
  • Views : 80
  • Modified Date : 2024-01-09 08:47:01

સુરત ક્રાઈમ બ્રાન્ચે ડીંડોલીના પ્રમુખ પાર્ક બ્રિજ નજીકથી કુખ્યાત પ્રિન્સ ઉર્ફે રવિ મહેન્દ્રસીંગ રાજપુતને ઝડપી પાડી દેશી બનાવટની પિસ્ટલ અને બે કાર્ટિસ કબ્જે કરી છે. પાંડેસરાની કુખ્યાત પ્રવિણ રાઉત ગેંગનો સાગરીત પ્રિન્સ ઉર્ફે રવિએ વર્ષ 2007માં ગુનાખોરીની દુનિયામાં પગ મુકયો હતો.પ્રિન્સ વિરૂધ્ધ સુરત જિલ્લાના કડોદરા, બારડોલી ઉપરાંત સુરત શહેરના પાંડેસરા, વડોદરાના કારેલીબાગ તથા વતન યુ.પીના ગાજીપુરના કરંડા પોલીસ સ્ટેશનમાં લૂંટ વીથ મર્ડર, ધાડ, હત્યાની કોશિષના અને આર્મ્સ એક્ટના અબેક ગુનાઓ નોંધાયેલા છે. વર્ષ 2011 થી પ્રિન્સ લાજપોર જેલમાં હતો જે વર્ષ 2023 માં ઓકટોબર મહિનામાં જામીન મુક્ત થયો હતો.સુરતની જેલમાં તેની બે વખત મારામારી થઇ હતી. પ્રિન્સ જેલમાંથી જામીન મુક્ત થયો હતો જેની પાસે હથિયાર હોવાની પોલીસને માહિતી મળતા તેની ફરી ધરપકડ કરવામાં આવી છે.પોલીસે તેની પૂછપરછ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News