સ્નાતક સેમેસ્ટર ૧ અને ૨ માં નાપાસ વિદ્યાર્થીઓને સેમેસ્ટર ૫ માં પ્રવેશ આપવાની માંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-16 11:04:11
  • Views : 440
  • Modified Date : 2019-05-16 11:04:11

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા સ્નાતક કક્ષાએ સેમેસ્ટર એક અને બેમાં નાપાસ હોય તેવા વિદ્યાર્થીઓને સેમેસ્ટર ૫ માં પ્રવેશ આપવો નહીં તેઓ પરિપત્ર કરવામાં આવતા કેટલીક કોલેજ ખોટી રીતે આ
પરિપત્રનો અર્થઘટન કરીને વિદ્યાર્થીઓને પ્રવેશ આપી રહી ન હોવાની ફરિયાદ ઉઠાતા એ.બી.વી.પી.એ યુનિવર્સિટીના રજિસ્ટ્રારને આ મામલે આવેદનપત્ર આપ્યું હતું.
યુનિવર્સિટીની તાજેતરમાં મળેલી કારોબારી સમિતિની બેઠકમાં સ્નાતક કક્ષાએ સેમેસ્ટર ૧ અને ૨ માં જે વિદ્યાર્થીઓ નાપાસ હશે તેમને સેમેસ્ટર
૫ માં પ્રવેશ નહીં મળે તેઓ નિર્ણય કરતા યુનિવર્સિટી દ્વારા આ નિર્ણય અંગે તમામ કોલેજોને પરિપત્ર કરી તેનું
પાલન કરવા માટે સૂચના આપી હતી. ત્યારે આ નિયમ આગામી જૂન મહિનાથી શરૂ થનાર નવા શૈક્ષણિક સત્રથી લાગુ કરવાનો છે. પરંતુ કેટલીક કોલેજ કેટલાંક વર્ષો અગાઉ જે વિદ્યાર્થીઓ સેમેસ્ટર ૧ અને ૨ માં નાપાસ થયેલ છે તેમને ચાલુ વર્ષે સેમેસ્ટર ૫ માં પ્રવેશ આપવાનો ઇન્કાર કરતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાઇ જવા પામ્યા છે અને  વિદ્યાર્થીઓ કોલેજ અને યુનિવર્સિટીના ચક્કર કાપી રહ્યા છે. ત્યારે વિદ્યાર્થીઓના હિત માટે લડનાર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો દ્વારા ગતરોજ યુનિવર્સિટીમાં સૂત્રોચ્ચાર કરીને રજીસ્ટ્રાર
ડાp. ડી.એમ.પટેલને આવેદનપત્ર આપ્યું હતું અને તેમાં જે વિદ્યાર્થીઓ સેમિસ્ટર ૧ અને ૨ માં નાપાસ છે તેમની ઝડપથી
પૂરક પરીક્ષાઓ યોજીને તેમનું ઝડપી પરિણામ જાહેર કરવામાં આવે અને જે વિદ્યાર્થીઓ પાસ છે તેમને સેમેસ્ટર ૫ માં પ્રવેશ આપવામાં આવે અથવા કેરી ફોરવર્ડના નિયમ અનુસાર સેમેસ્ટર ૧ અને ૨ માં જે વિદ્યાર્થીઓ નાપાસ છે તેમને સેમેસ્ટર ૫ માં પ્રવેશ આપવામાં આવે જેથી વિદ્યાર્થીઓનું વર્ષ બગડે નહીં અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે એ.બી.વી.પી.ના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News