શ્રી રામ આશરા ધામ અને ઢબાવાળા માતાજીના મંદિરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની માંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-08 11:20:31
  • Views : 414
  • Modified Date : 2020-08-08 11:20:31

વાવ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમા ધરણીધર ધામથી માત્ર ચાર કિ.મી.ના અંતરે આવેલા તખતપુરા ધામમાં શ્રી રામ આશરા અન્નક્ષેત્ર ટ્રસ્ટ સંચાલિત અહીંયા વિશાળ ધર્મશાળાઓ અને મંદિર આવેલા છે અને વિનામૂલ્યે કાયમી ભોજનપ્રસાદ અને રહેવાની પણ સુવિધાઓ મળે છે. જ્યારે વિશાળ ધર્મશાળાઓ આવેલી છે. આગામી એક વર્ષમાં તખતપુરા ધામ ખાતે રૂ. ૨,૬૫,૦૦૦૦૦ ના ખર્ચે વિશાળ શ્રીરામજી મંદિર બનાવવામાં આવનાર છે. ત્યારે મંદિરની આસપાસ કુદરતી ભરપુર સૌંદર્ય અને બાજુમાં વિશાળ તળાવ આવેલું છે. અત્યારે તો આ સ્થળ લોકોનું આકર્ષકનું કેન્દ્ર બન્યું છે. ત્યારે રાજ્ય સરકાર અને ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા પવિત્ર તીર્થધામનો વિકાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. પવિત્ર યાત્રાધામ તરીકે વિકાસ કરવામાં આવે તો યાત્રાળુઓને પણ સુવિધાઓ મળી શકે તેમ છે.

Download Our B K News Today App



Related News