થરાદ વિધાનસભા માટે થરાદના ગામોમાં પ્રવાસ કાર્યક્રમ ગોઠવાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-01 11:54:46
  • Views : 1609
  • Modified Date : 2019-09-01 11:54:46

 થરાદ તાલુકા  વિધાનસભાની પેટાચૂંટણી માટે કોંગ્રેસ સમિતિના પ્રમુખ
આંબાભાઈ સોલંકી દ્વારા કોંગ્રેસ હાઈકમાન્ડના આદેશ અનુસાર થરાદના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રવાસ ગોઠવવામાં આવ્યો. જેમાં થરાદ તાલુકાના ગામો દિઠ આગેવાનો અને કાર્યકરોની ગોઠવણી કરવામાં આવી છે. જેમાં થરાદના ૧૨૪ ગામોમાં તા. ૨-૯-૨૦૧૯થી ૧૬-૯-૨૦૧૯ સુધી પ્રવાસ કરવામાં આવશે. જેમાં વિધાનસભા કોંગ્રેસના આગેવાનો અને પેટાચૂંટણી લડવા જઈ રહ્યા ઉમેદવારો પ્રવાસમાં જાડાશે. તેમજ ઉમેદવાર નહિ પણ
પાર્ટીના સિમ્બોલને મત આપો તેવો પ્રચાર કરવામાં આવશે. જેમાં ડી.ડી. રાજપૂત, આંબાભાઈ સોલંકી, માંગીલાલ પટેલ, પ્રધાનજી ઠાકોર, તુલસી ઘુમડા, બચુશા બાનવા,
રામજીભાઈ ચૌધરી, પથુભાઈ રાજપૂત જેવા અનેક આગેવાનો જાડાશે. તેમજ થરાદની જવાબદારી પથુભાઈ રાજપૂત અને બચુશા બાનવાને સોંપવામાં આવી છે.

Download Our B K News Today App



Related News