ડીસા તાલુકાના સાવિયાણા પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પ્રતિપ્રદા ઉત્સવ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-05 10:31:58
  • Views : 216
  • Modified Date : 2022-04-05 10:31:58

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વર્ષ પ્રતિપદા ઉત્સવ ઊજવવામાં આવે છે જેમાં સમ્રાટ અશોકના કાલખંડ પછી લોકોમાં શિથિલતા આવી તેમાં શાલિવાહન રાજાએ પરાક્રમનો પ્રાણ પૂર્યો અને હિન્દુ નવચેતનાનો સંચાર કર્યો આજ દિવસે દયાનંદ સરસ્વતી એ આર્ય સમાજની સ્થાપના કરી યોગાનુયોગ સંઘના સ્થાપક પરમ પૂજ્ય ડોક્ટર હેડગેવારજીનો જન્મદિવસ પણ વર્ષ પ્રતિપદા ના દિવસે જ છે જે અંતર્ગત ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ દ્વારા પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ વર્ષ પ્રતિપદા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડીસા તાલુકાના સાવીયાણા ગામે પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના કાર્યકર્તાઓ દ્વારા વર્ષ પ્રતિપદા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાવિયાણા પ્રાથમિક શાળા ખાતે સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો જે બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તમામ કાર્યકર્તા હોય ગામમાં રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું

Download Our B K News Today App



Related News