શિક્ષકોના અપડાઉન સામે રૈયા ગ્રામજનોના પ્રતીક ઉપવાસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-02 11:27:50
  • Views : 429
  • Modified Date : 2019-08-02 11:27:50

દિયોદર તાલુકામાં સમગ્ર શિક્ષણ કાર્યમાં જોતરાયાએલા પ્રાથમિક શિક્ષકો પૈકી ૭૦૦ થી વધુ શિક્ષકોનું બેરોકટોક
ઉપડાઉન ચાલુ છે અને ક્યાંક
પત્રમ પુષ્પમ થકી લાગતા વળગતા અધિકારીઓ દ્વારા ઢાંકપિછોડો કરાઈ રહ્યું છે. ત્યારે તાલુકાની રૈયા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા તમામ શિક્ષકો અપડાઉન કરતા હોય શિક્ષણ કાર્ય ઉપર માઠી અસર
પડતી હોય જાગૃત વાલી મંડળ થકી દિયોદર તાલુકા શિક્ષણાધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી, રાજ્ય શિક્ષણ સચિવ, મુખ્યમંત્રી સાહિતનાઓને રજૂઆતો કરવા છતાં પરિણામ ન મળતાં
ગુરૂવારે રૈયા ગામે વાલી મંડળે પ્રતીક ઉપવાસ કરીને શિક્ષકોના અપડાઉન બંધ કરવાની માંગ કરી હતી. જ્યારે રૈયા ફરજ બજાવતા શિક્ષકોને જાણે કોઈ જ પરવા ન હોય તે રીતે પ્રતીક ઉપવાસની જાણ ન હોય એ રીતે ફરતા જોવા મળ્યા હતા અને
બિન્દાસ્ત અપડાઉન કરતા જોવા મળ્યા હતા. પોતાની ઇકો ગાડીઓ ભરીને શાળામાં આવતા અને જતા હતા.  આમ નિરંકુશ બનેલા ગુરૂઓને રાજ્ય સરકારના પરિપત્રની ઐસી કી તૈસી કરી રહ્યા છે. આવા રેઠીયાળ નિરંકુશ
શિક્ષકો ઉપર કાયદાનો ગાળિયો કષાય તે જરૂરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે તમામ અપડાઉન કરતા શિક્ષકો પોતાના પગાર સાથે મકાન ભાડું ત્રણ હજાર જેટલું સરકાર
પાસેથી લઈ રહ્યા છે. માટે જો સરકાર આ બાબતે ગંભીરતા લે તે જરૂરી છે. બાકી અરજદારો છેલ્લે હવે હાઈકોર્ટમાં શિક્ષકોના અપડાઉન બંધ કરવા પડકારશે તેમ જાણવા મળ્યું  હતું. આ બાબતે શાળાના આચાર્ય અને દિયોદર ટીપીઓ અશ્વિનભાઈ પટેલે કોઈજ કાર્યવાહી થઈ શકે તેમ નથી અને અપડાઉન પ્રુફ થતું નથી તેમ કહી હાથ અધ્ધર કર્યા હતા. શું આ રીતે વર્લ્ડમાં ભારત ફર્સ્ટ બનશે ? કેવી રીતે સ્કિલ ઇન્ડિયા બનશે ? આમ રૈયા ગામમાં શિક્ષકોના અપડાઉનના મુદ્દે વાલીઓ લડાયક મૂડમાં જોવા મળ્યા હતા. વાલીઓએ જણાવ્યું હતું કે આરપારની લડાઈ લાડીને પણ અપડાઉન બંધ કારવીને જ ઝંપશું. તેમ છતાં કાંઈ નહીં થાય તો આત્મવિલોપન પણ કરવાની ચિમકી અરજદાર ભુપેન્દ્રભાઈ વોરાએ ઉચ્ચારી હતી.
આમ શિક્ષણ કાર્ય સરસ ચાલે તેમાટે જાગૃત વાલીઓ લડત આપી રહ્યા છે. ત્યારે શિક્ષકો હાંસી પાત્ર વાલીઓને ગણી રહ્યા છે,  જાણે કે શુ ફેર પડશે. અમારા માટે જિલ્લાના સમાહર્તા યોગ્ય તાપસ કરીને અપડાઉન બંધ કરાવે તે જરૂરી છે.

Download Our B K News Today App



Related News