પાટણની ધારપુર મેડિકલ હોસ્પિટલના ન‹સગ સ્ટાફે પડતર માંગણીઓને લઈ પ્રતિક ઉપવાસ કર્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-12 10:41:06
  • Views : 436
  • Modified Date : 2019-07-12 10:41:06

પાટણ શહેર નજીક આવેલ ધારપુર મેડિકલ કોલેજમાં ફરજ બજાવતા ન‹સગ સ્ટાફ દ્વારા
પોતાની પડતર માંગણીઓને લઈ ગુરુવારના રોજ એક દિવસના પ્રતિક ઉપવાસ અને ધરણા પ્રદર્શન યોજી સુત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. તેમજ કામગીરીથી અળગા રહીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.
ગુજરાત રાજ્યમાં આવેલી સરકારી હોસ્પિટલોમાં ફરજ બજાવતા ન‹સગ કર્મચારીઓએ પોતાની પડતર માંગણી અંગે અગાઉ સરકારમાં રજૂઆત કરી હતી. પરંતુ સરકાર દ્વારા તેમની પડતર માંગણીઓ સંતોષવામાં આવી ન હોય  રાજ્યના યુનાઇટેડ  નરસીસ ફોરમ  દ્વારા આપવામાં આવેલ સૂચના મુજબ ગતરોજ પાટણ નજીક આવેલ ધારપુર મેડિકલ હોસ્પિટલના  ન‹સગ સ્ટાફ દ્વારા એક દિવસના પ્રતિક ઉપવાસ કરી પ્લે કાર્ડમાં વિવિધ સુત્રો દર્શાવી સરકાર સામે વિરોધ નોંધાવી પોતાની
પડતર માંગણીઓ પુરી કરવાની માંગ કરી કામકાજથી અળગા રહ્યા હતા.

Download Our B K News Today App



Related News