કાંકરેજ તાલુકાની શાંતિનગર (તાણા) પ્રા.શાળામાં શુભેચ્છા સમારંભ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-06 07:14:07
  • Views : 495
  • Modified Date : 2019-04-06 07:14:07

કાંકરેજ તાલુકાની શાંતિનગર (તાણા) પ્રા.શાળામાં ધો-૮માં અભ્યાસ કરતા બાળકોનો તા.૪-૪-૨૦૧૯ને ગુરૂવારના રોજ શુભેચ્છા સમારંભ યોજાયો હતો. જેમાં તાણા  ગ્રામ પંચાયતના સરપંચ ગિરીશભાઈ એ.પટેલ, તાણા ગ્રામ પંચાયત સભ્ય હર્ષદભાઈ આઈ.ઠક્કર, તુષારભાઈ સોની, ગુરૂકૃપા જવેલર્સ, રમેશભાઈ પટેલ, રમેશભાઈ ચૌધરી, જયેશભાઈ પટેલ, એસ.એમ.સી. અધ્યક્ષ - અમૃતલાલ, એસ.એમ.સી. સભ્ય ઉમિયાબેન સી.પટેલ તમામ સ્ટાફમિત્રો તથા મોટી સખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. ધો.૮ના બાળકોએ શાળાને ડિજિટલ ઘડિયાળ ભેટ આપી હતી. 

શાળાના આચાર્ય વિષ્ણુભાઈ સી.વાઘેલાએ તથા આવેલ મહેમાનઓએ વિદાય લેતા બાળકોને પ્રેરણારૂપ માર્ગદર્શન તથા જીવનમાં આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચારન સતિષભાઈ પી.પટેલ દ્વારા ખુબજ સરસ રીતે કરાવ્યું હતું. કાર્યક્રમને અંતે આભારવિધિ કરી, શાળા પરિવાર તરફથી પધારેલ મહેમાનો તથા વિદાય લેતા ધો.૮ બાળકોને હળવો નાસ્તો આપવામાં આવ્યો હતો.

 

Download Our B K News Today App



Related News