સિદ્ધપુર મુક્તિધામમાં કોરોના સંક્રમિત લોકોના અંતિમસંસ્કાર ન કરવા માટે સમસ્યા નિવારણ મંચ, સિદ્ધપુર દ્વારા પ્રશાસનને વિનંતી કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-29 11:31:14
  • Views : 662
  • Modified Date : 2020-11-29 11:31:14

સિદ્ધપુરમાં મુક્તિધામમાં થઈ રહેલા કોવીડ-૧૯ સંક્રમિત લોકોના અંતિમસંસ્કાર
સિદ્ધપુરમાં મુશ્કેલી ઉભી કરી શકે છે. આજે આખા વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાઇરસના લીધે દુનિયાભરમાં લાખો લોકો મૃત્યુ પામ્યા છે. અને આ કોરોના વાઇરસના લીધે આપણાં ગુજરાતમાં પણ મોટા પ્રમાણમાં લોકો મૃત્યુ
પામ્યા છે અને ઉત્તર ગુજરાતના સિદ્ધપુર મુક્તિધામમાં કોરોના વાઈરસના લીધે પ્રતિ દિવસ ૫ જેટલી કોરોના સંક્રમીત્ત ડેડ બોડી અંતિમસંસ્કાર માટે લાવવામાં આવે છે પણ વર્તમાન સમયમાં આ વાઈરસ જે સિદ્ધપુરના લોકો માટે આફત બની રહ્યો છે કારણ કે આ વાઇરસ સંક્રમિત મૃતદેહના અંતિમસંસ્કાર વખતે મુક્તિધામની ચીમનીનો ધુમાડો આસપાસના રહીશોને ભયભીત કરી રહ્યો છે, જે આજે આખી દુનિયા સ્વીકારી રહી છે કે આ વાઈરસ આગમાં સળગતો નથી તો એના સંક્રમિત લોકોને અગ્નિદાહ આપ્યા બાદ આ વાઇરસ ધુમાડા દ્વારા શહેરવાસી માટે નવી મુસીબત ઉભી ન કરે એ માટે તંત્ર દ્વારા યોગ્ય ઉપાય કરવા એ ઇચ્છનીય છે. સરસ્વતી મુક્તિધામ, સિદ્ધપુરના વહીવટદારોને વિનંતી કરીએ છીએ કે આ કોરોના મહામારીમાં આવનાર ડાઘુઓ અને કોરોના સંક્રમિત ડેડબોડીઓ બાબતે સરકારી પ્રશાસન સાથે મળી યોગ્ય સુવિધા ઉભી કરે અને કોરોના સંક્રમિત મૃત્તદેહોના અંતિમ સંસ્કાર દ્વારા થઇ રહેલ ધુમાડાનો યોગ્ય નિકાલ થાય એવી વ્યવસ્થા ઉભી થાય. અને જ્યાં સુધી આ સુવિધા ના થાય ત્યાં સુધી સિદ્ધપુરના હિતને ધ્યાનમાં રાખી કોરોના સંક્રમિત મૃતદેહોના અંતિમસંસ્કાર
સિદ્ધપુર મુક્તિધામમાં ના થાય તેવી વ્યવસ્થા ઉભી કરે. આ બાબતે સમસ્યા નિવારણ મંચ,સિદ્ધપુર દ્વારા સ્થાનિક પ્રશાસન અને સરસ્વતી મુક્તિધામ ટ્રસ્ટ, સિદ્ધપુરને પત્ર લખી વિનંતી કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News