ડીસા તાલુકા આરોગ્ય વિભાગની ટીમ કરી રહી છે પ્રશંસનીય કાર્ય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-31 11:51:34
  • Views : 467
  • Modified Date : 2020-03-31 11:51:34

ડીસા તાલુકા હેલ્થ ઓફિસ ખાતે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયાએ આરોગ્ય ખાતાની  ટીમને પ્રોત્સાહન આપવા મીટિંગયોજી હતી અને આ મીટિંગમાં આ ટીમને સુપર  એલર્ટ ટીમ તરીકે બિરદાવી હતી.
સમગ્ર વિશ્વ જ્યારે કોરોના વાયરસની  સામે લડી રહ્યો છે. જેનો મોટા  ભાગનો શ્રેય ડોક્ટર તેમજ આરોગ્ય ખાતાને જાય છે. ત્યારે ડીસા તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા ખુબ જ સરસ કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં ડીસા તાલુકામાં બહારથી આવેલ વ્યક્તિઓની સંખ્યા ૯૧૫૦ છે, જેમાં ૬૪ વ્યક્તિઓ એન.આર.આઈ છે. આ તમામે તમામ વ્યક્તિઓની આરોગ્ય ખાતાની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, તમામ વ્યક્તિઓના રિપોર્ટ કરવામાં આવ્યા છે જે ખરેખર શ્રેષ્ઠ કામગીરી કહેવામાં આવે તેમ છે. આરોગ્ય ખાતાની ટીમ દ્વારા તમામ લોકોને ડોર ટુ ડોર ચેક કરવામાં આવે છે જેમાં શંકાસ્પદ લાગતા વ્યક્તિઓને તરત સારવાર અર્થે ખસેડાય છે. તેમજ તમામ લોકોને હોમ કોરોન્ટાઇન પણ કરવામાં આવ્યા છે જેનાથી કોરોના સામે લડત આપી શકાય. જેને પગલે ડીસાના ધારાસભ્ય દ્વારા તાલુકા હેલ્થ ઓફિસ એ ફિલ્ડમાં કામ કરતી આરોગ્યની ટીમ તમામ ડાક્ટર્સ સહિત ડીસા તાલુકા હેલ્થ ઓફિસર ડો.જીજ્ઞેશ હરિયાણીને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત ધારાસભ્ય દ્વારા ફિલ્ડમાં કામ કરતા તમામ સ્ટાફને પાણીની થર્મોસ બોટલ પણ આપવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News