ભાદરવી મહામેળાનું કાઉન્ટ ડાઉન શરૂ અંબાજી મંદિરે પ્રસાદની કામગીરી આજથી શરુ કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-05 11:11:22
  • Views : 383
  • Modified Date : 2019-09-05 11:11:22

શક્તિ, ભક્તિ અને
આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત ધામ અંબાજી ગુજરાત અને દેશનું લોકપ્રિય શક્તિપીઠ છે. આ ધામ ૫૧ શક્તિપીઠોમાં અનેરું મહત્વ ધરાવે છે. આવનારા સમયમાં અંબાજી ખાતે ભાદરવી મહાકુંભ ૨૦૧૯ શરુ થવાનો છે  ત્યારે વહીવટી તંત્ર તરફથી આ મહામેળાની તડામાર તૈયારીઓ લગભગ પૂર્ણ થઇ ગઈ છે ત્યારે  શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી અંબાજી આવતા માઈ ભક્તોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે અને તેમને માતાજીના પ્રસાદ માટે
પણ હેરાન પરેશાન ન થવું પડે તે માટે બુધવારથી જ અંબાજી મંદિર તરફથી માતાજીના આગોતરા આયોજનની તૈયારીના ભાગરૂપે જૂની કોટેજ હોસ્પિટલના બિલ્ડીંગમાં મોહન થાળના પ્રસાદ બનાવવાનું કામ શરુ કરાયું છે.
અંબાજી મંદિર તરફથી
બુધવારે સારા મૂહુર્તમાં મોહન થાળની પ્રસાદી બનાવવાની કામગીરી જૂની કોટેજ હોસ્પિટલ બિલ્ડીંગમાં શરૂ કરી છે. અહીં અંદાજે ૬૦૦ માણસોના મોટા સ્ટાફથી ખુબજ ઝડપી ગતિએ માતાજીનો પ્રસાદ બની રહ્યો છે. આજે પણ  ૮૦ કિલો  પ્રસાદ તૈયાર થઇ ગયો છે. આમ અંબાજી આવતા લાખો માઈ ભક્તો માટે પ્રસાદ ઓછો ન
પડે અને ભક્તોને સરળતાથી વિવિધ કાઉન્ટરો પરથી પ્રસાદ મળી શકે તેવું સુંદર આયોજન અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી આગોતરા આયોજન હાથ ધરાયુ છે. અહીં ૭ દિવસના મહામેળામાં ૪૦ લાખ પેકેટ બનાવવાનું આયોજન હાથ ધરાયુ છે. ગત વર્ષે ૩૨ લાખ
પેકેટ તૈયાર કરાયા હતા. આ પ્રસાદના કામ પાછળ ૬૦૦ જણનો સ્ટાફ રોકાયેલો છે.
આ વિશાળ પ્રસાદ બનાવવા માટે ૧ લાખ ૮૦ હજાર કિલો ખાંડ, ૧ લાખ ૨૦ હજાર કિલો બેશન અને ૯૦ કિલો ચોખ્ખું ઘી નો ઉપયોગ કરી  આ મહા પ્રસાદ અહીં તૈયાર થઇ રહ્યો છે, આ પ્રસાદ ૧૫ -૨૦ દિવસ સુધી પડયો રહે તો પણ બગડતો નથી આમ ગત વર્ષની સરખામણી એ અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી પ્રસાદની કામગીરી  ઝડપી બનાવાઈ છે.

Download Our B K News Today App



Related News