કાળકા માતા જહૂમાતા-જોગણી માતાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-11 06:28:18
  • Views : 465
  • Modified Date : 2019-04-11 06:28:18

વડગામ તાલુકાના પેપોળ ગામમાં સમસ્ત અઠેચીયા પરિવાર દ્વારા  કાળકા માતા જહૂમાતા જોગણી માતાજીના નવિન મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે
જેમાં પ્રથમ દિવસે પંચાગ પૂજન, મંગલાચરણ, મંડપ પ્રવેશ, દેવતાઓની પુજા, અગ્નિ સ્થાપન, સહિતના કાર્યક્રમ કરવામાં આવ્યા હતા. તેમજ ગુરૂવારના રોજ પ્રાતઃ
પૂજન, જલયાત્રા-શોભાયાત્રા, પ્રાણપ્રતિષ્ઠા વિજય મૂહુર્ત, દેવતાઓનો હોમ, શ્રીફળ હોમ પૂર્ણાહુતિ અને મહાઆરતી યોજાય છે આ બે દિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં અનેક દાતાઓએ દાનની પણ સરવાણી વહાવી છે. ભોજનના દાતા તરીકે સોલંકી કેશરસિહ જેમલજી તેમજ વિહોલ ચંદનસિંહ જુઠાજી તેમજ મૂર્તિના  દાતા તરીકે સોલંકી ગુલાબસિંહ ચેલાજી અને પ્રકાશસિંહ જવાનજી સોલંકી (પી.એસ.આઇ) પેપોળ સહિતના દાતાઓ દ્વારા દાન આપીને આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી બન્યા છે. આ બે દિવસ ના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને  લઈને ગામમાં પણ ધાર્મિકતાનો માહોલ જામ્યો છે.


Download Our B K News Today App



Related News