સરીયદ ખાતે ફોટો પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ એવં યજ્ઞ તથા રમેલ યોજાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-28 12:44:48
  • Views : 806
  • Modified Date : 2019-04-28 12:44:48

સરસ્વતી  તાલુકાના  સરીયદ  ગામે સમસ્ત કંબોયા પરિવાર પ્રજાપતિ સમાજના કુળદેવી શ્રીબ્રહ્માણી માતાજીનું તાજેતરમાં ભવ્ય મંદિરનું નિર્માણ થયેલ છે. આ મંદિરે ગઈ કાલે સવારે શ્રી ઠાકર મહારાજ,  શ્રી બ્રહ્માણી માતાજી, શ્રી વહાણવટી સિકોતર માતાજી,  શ્રી ગોગા મહારાજની પુનઃફોટો પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો.  સવંત ૨૦૪૨ના ચૈત્રમાસમાં કંબોયા કેશાભાઈ મગનભાઈ નાનું મંદિર બનાવી માતાજીની સેવા અર્ચના કરતાં હતા. સમય જતાં સવંત ૨૦૫૬ ચૈત્રસુદ- ૧૧ ના પાવન દિવસે કંબોયા અમરતભાઈ તેજાભાઈ એ.ટી.ના હુલામણા નામથી ઓળખાતા એવા અમરતભાઈ પરિવારે મંદિરની પ્રતિષ્ઠા કરેલ. સરીયદ ગામે કંબોયા પરિવાર વટવૃક્ષ બનતા સર્વભાઈઓ સાથે મળી ભવ્ય મંદિરનું નિર્માણ કરતા ગઈ કાલ ચૈત્રવદ ૬ ને શુક્રવાર તા.૨૬-૦૪-૨૦૧૯  રોજ સવારે સંત શિરોમણિ સોહમરામ ભગત (સંત સોહમ આશ્રમ રાજપુર કાંકરેજ), ની ઉપસ્થિતિમાં પ્રજાપતિ મીનાબેન પ્રવિણભાઈ, તુલસીભાઈના મુખ્ય યજમાનપદે  યજ્ઞ આચાર્ય  શાસ્ત્રી  કાન્તિભાઈ કાળુરામ જોષી (રૂની) તેમજ રાઘવેન્દ્ર કે.જોષી ના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી યજ્ઞની શુભ શરૂઆત સવારે ૭-૧૫ કલાકે કરેલ સાંજે ૫ કલાકે નાળિયેર હોમી યજ્ઞની પૂર્ણાહુતી કરી દેવી દેવતાઓની આરતી ઉતારેલ. આ પાવન પ્રસંગે દિલેરી દાતાઓમાં  દ્વિતિય પાટલાના યજમાન શારદાબેન મેઘાભાઈ વાલાભાઈ પ્રજાપતિ, તૃતિય પાટલાના યજમાન કુંવરબેન જેસુંગભાઈ મફાભાઈ પ્રજાપતિ, ચોથા પાટલાના યજમાન પાર્વતીબેન અંબાલાલ જીતાભાઈ પ્રજાપતિ-બેપાદર, પાંચમા પાટલાના યજમાન સ્વ.શાન્તાબેન ભીખાભાઈ મોહનભાઈ પ્રજાપતિ હસ્તે ઃ સુપુત્રો, છઠ્ઠા પાટલાના યજમાન ગંગ.સ્વ.ચંપાબેન સવાભાઈ ધુડાભાઈ પ્રજાપતિ હ.ગોવિંદભાઈ બેપાદર હાલ-મહેસાણા,  સાતમા પાટલાના યજમાન શારદાબેન ધનાભાઈ ધુડાભાઈ પ્રજાપતિ-બેપાદર, આઠમા પાટલાના યજમાન  તારાબેન બળદેવભાઈ તેજાભાઈ પ્રજાપતિ-સુરત,  નવમા પાટલાના યજમાન સંતોકબેન અમરતભાઈ હરગોવાનભાઈ પ્રજાપતિ-પાટણ,  દશમા પાટલાના યજમાન લીલાબેન સોમાભાઈગણેશભાઈ પ્રજાપતિ-ડીસા, અગિયારમા પાટલાના યજમાન ગોરધનભાઈ વાલાભાઈ જવાભાઈ પ્રજાપતિ, ફોટો - મૂર્તિ પ્રતિષ્ઠાના યજમાન  દિવાળીબેન મફાભાઈ જવાભાઈ પ્રજાપતિ હ. કલ્યાણભાઈ ભીલડી, માતાજીના પ્રસાદ વાસ્તુના  યજમાન ઝબીબેન રમેશભાઈ ભીખાભાઈ પ્રજાપતિ-પાટણ, અગ્નિ લાવવાના યજમાન  વિણાબેન શ્રવણભાઈ રૂપાભાઈ પ્રજાપતિ, ધજાના યજમાન  ગં.સ્વ.રેખાબેન જયંતિભાઈ હરગોવનભાઈ પ્રજાપતિ પાટણ હ.મીત,  મંદિરના પ્રથમ દ્વાર ખોલવાના યજમાન શાન્તાબેન અંબારામભાઈ વશરામભાઈ પ્રજાપતિ, નગારા/ઝાલરના યજમાન રતનબેન તુલસીભાઈ છગનભાઈ પ્રજાપતિ, પ્રથમ આરતીના યજમાન હસુમતીબેન અમરતભાઈ તેજાભાઈ પ્રજાપતિ-સુરત, જળ લાવવાના યજમાન જગુબેન દેવાભાઈ શીવાભાઈ પ્રજાપતિ, થાળના યજમાન સીતાબેન ભરતભાઈ જગમોહનભાઈ પ્રજાપતિ-પાટણ, લોણીના દાતા ગંગ.સ્વ. ચંપાબેન કિર્તીભાઈ જગમોહનભાઈ પ્રજાપતિ-પાટણ, ચા - કાફીના દાતા  શાન્તાબેન તેજાભાઈ જીવણભાઈ પ્રજાપતિ, મંડપ તથા વાસણના  દાતા હિતેશભાઈ તુલસીભાઈ છગનભાઈ પ્રજાપતિ, મીનરલ પાણીના દાતા ગોમતીબેન રામાભાઈ જવાભાઈ પ્રજાપતિ, વાર્ષિક ઘી ના દાતા ગંગ.સ્વ.રેખાબેન જયંતિભાઈ હરગોવનભાઈ પ્રજાપતિ પાટણ હસ્તે ઃ મીત, બેનરના દાતા નર્મદાબેન દાનાભાઈ મફાભાઈ પ્રજાપતિ, રોકડા રકમના દાતા સ્વ.દેવાબેન હરીભાઈ પાટણ હ.સહ પરિવાર,  રોકડા રકમના દાતા અનિતાબેન નારણભાઈ મફાભાઈ પ્રજાપતિ સમસ્ત ભાઈઓ, આમંત્રણ પત્રિકાના દાતા સ્વ.હીરાબેન જગમોહનભાઈ હરીભાઈ પ્રજાપતિ પાટણ હ.ભરતભાઈ, ભોજન પ્રસાદ પ્રજાપતિ અમરબેન વીરચંદભાઈ મફાભાઈ ભીલડી તથા શારદાબેન કલ્યાણભાઈ મફાભાઈ ભીલડી વગેરેએ પોતપોતાની યથા શક્તિ દાન દ્વારા મંગલ અવસરની ધામધૂમથી ઉજવણી કરી હતી. સાથે સાથે દરેક પરગણામાંથી પધારેલ મહેમાનોનું ફૂલ હાર તથા સાલથી સન્માન કરેલ પૂજ્ય સંતે અંતરના આશીર્વાદ આપેલ. સાંજે માતાજીની આરતી ભોજન પ્રસાદ લઈ માતાજીની રમેલ યોજાઈ આખી રાત ઢોલ, ડાકલા સાથે ભૂવાઓ ધૂણ્યા હતા ખમ્મા ખમ્માના આશીર્વાદ આપી શનિવારના સવારે માતાજી ને સૂર્ય દેવતાની સાક્ષીએ તેલફૂલ ચડાવી પ્રસાદ લઈ સૌ ભાવિક ભક્તો છૂટા પડયા હતા. સમગ્ર પ્રસંગ ખુબ સફળતા પુર્વક પૂર્ણ થયેલ.



Download Our B K News Today App



Related News