મોરથલ ગોળીયા ખાતે પ્રાણપ્રતિષ્ઠા યોજાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-16 06:25:40
  • Views : 1036
  • Modified Date : 2019-04-16 06:25:40

ડીસા તાલુકાના મોરથલ ગોળીયા મુકામે સ્વ.ચમનપુરી શંકરપુરી ગૌસ્વામી પરિવાર દ્વારા મેલડી માતાજી, ચેહર માતાજી, સધી માતાજી, બ્રહ્મમાણી માતાજી, શ્રી ગણપતિજી, શ્રી ભેરૂજી, શ્રી વીરબાપજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા તા.૧૩-૪ અને ૧૪-૪ ના રોજ યોજાઈ હતી.આ પ્રસંગે ખૂબ જ બહોળી સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સ્વ. ચમનપુરી શંકરપુરી ગૌસ્વામી પરિવારે શોભાયાત્રા અને યજ્ઞ યોજી માતાજીની વિજય મૂહુર્તે પ્રાણપ્રતિષ્ઠા કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે ૧૦૦૮ કરી મહંત ઉમાભારથી, ગુરૂ રાજાભારથી એ આશીર્વચન પાઠવ્યા હતા.


Download Our B K News Today App



Related News