માલગઢ ગામે નિમ્બેશ્વરી માતાની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-29 12:28:02
  • Views : 483
  • Modified Date : 2019-04-29 12:28:02

ડીસા તાલુકાના માલગઢ ગામની જાધપુરીયા ઢાણી  મુકામે  ચૈત્ર વદ આઠમને શનિવાર તા.ર૭/૪/૧૯ના રોજ ધામધૂમપૂર્વક ગેલોત પરિવાર દ્વારા નિમ્બેશ્વરીમાતા (લોકબોલીમાં નિમજરમાતા નિમસરમાતા પણ કહે છે!) ની પ્રાણપ્રતિષ્ઠાના આગળના દિવસે માલગઢ ગામની જાધપુરીયા ઢાણીમાં  જળયાત્રા-શોભાયાત્રા યોજાઈ હતી. જેમાં ગેલોત પરિવારના સભ્યો ઉપરાંત સગા સ્નેહી-ગ્રામજનો આનંદ ઉલ્લાસપૂર્વક જાડાયા હતા! સૌ કોઈ નાચતા-કૂદતા ડી જે ના તાલે માતાજીનો જયંજયકાર કરી રહ્યા હતા. કુળની નાની બાલિકાએ કળશ ધારણ કરી શોભાયાત્રાની શોભામાં અભિવૃÂદ્ધ કરી હતી! ત્યાર બાદ સાંજે સંગીતમય સુંદર ભજનસંધ્યાનું આયોજન કરાયું હતું. ડીસાના ભજનવીર પ્રકાશભાઈમાળી એ ગણપતિ વંદના પ્રસ્તુત કરી ભજના  સંધ્યાનો દોર આગળ વધાર્યાે હતો. ત્યારબાદ ગુરૂમહિમા-શ્રીકૃષ્ણ જગદંબાના ભજન રજૂ કરાયા હતા.ભજન સંધ્યામાં શ્રદ્ધાળુઓ કુળની કુવાસીઓએ મન મૂકીને માતાજી સમક્ષ શ્રદ્ધા વ્યકત કરી હતી! ત્યારબાદ બાલોત્રાના પારસભાઈ પંવારે ખોળે ખેલે ખેતલો મહાકાળી રે... ભજન ગાયુ હતુ અને કૈલાશ મોદીએ સાયકલના ચક્રને વિવિધ મુદ્રામાં ફેરવી શ્રધ્ધાળુઓને ખુશ કરી દીધા હતા. ભજનસંધ્યાનું સુચારૂ સંચાલન ગણપતભાઈ ભાટીએ કર્યુ હતુ અને મધરાત સુધી ભજનસંધ્યાને કુંટુંબ-પરિવાર ગ્રામજનોએ મનથી માણી હતી!


Download Our B K News Today App



Related News