પ્રાણીઓને પ્રયોગોના નામે ખોટી રીતે રીબાવાય છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-24 15:28:29
  • Views : 868
  • Modified Date : 2020-05-24 15:28:29

અહીં મુદ્દો એ છે કે શું આ સિસ્ટમ સલામત છે ખરી? જેમકે પક્ષીઓ માટે કોઇ દવા શોધાઇ હોય તો તેનો ટેસ્ટ પક્ષીઓ પરજ થવો જોઇએ. તેનો પ્રયોગ શા માટે કૂતરા પર કરવો જોઇએ? એવીજ રીતે જે દવાનો પ્રયોગ ઉંદર પર થયો હોય તે દવાને શા માટે માણસને આપવી જોઇએ?

માનવ શરીર ખુબ અટપટું છે.શારિરીક રીતે, જીનેટીકલી અને ચયાપચય માટેની સિસ્ટમ વગેરે પ્રાણીઓને મળતી આવતી નથી. એટલે પ્રાણીઓ પરના પ્રયોગોથી મેળવાતો ડેટા પરફેક્ટ રીતે માનવ શરીર પર બંધ બેસતા આવતા નથી. જ્યારે કોઇ ડ્રગનું સંશોધન થાય છે કે કોઇ મેડિકલ સિસ્ટમ તૈયાર કરાય છે ત્યારે તેની અસર જીવંત જીવો પર થાય છે. પરંતુ માનવ સિવાયના અન્ય જીવો પર તેના પ્રયોગ એ ખોટી સિસ્ટમ છે. આટલો પાયાનો ફેર હોવા છતાં આખી બાયોલોજીકલ સિસ્ટમનેા ખોટી રીતે  ઉપયોગ થઇ રહ્યો છે. જીનેટીકલી ગમે તેવું આધુનિક સંશોધન કરાય પણ માનવ શરીરને પરફેેક્ટ રીતે કોઇ સિસ્ટમના બાયોલોજીકલ ડેટા ફીટ થતા નથી. પ્રયોગો માટે અનેક મુદ્દા ધ્યાન પર લેવાતા નથી તે પણ હકીકત છે. પ્રી ક્લીનીકલ ટેસ્ટીંગ એવી રીતે થવા જોઇએ કે જેથી પ્રાણીનો જાન બચી શકે.

આપણને એવા ઉપયોગી વિજ્ઞાનની જરૂર છે કે જે દવાઓ સસ્તી પણ મળે અને માનવ શરીર પર વધુ અસરકારક હોય એવી રીતે તૈયાર  થાય. એવું કેવી રીતે શક્ય બને કે જે ડ્રગ્સની પ્રાણીના શરીર પર અસર થાય તેની માનવ શરીર પર પણ એવીજ અસર થાય.

ઉંદર, દેડકા,ડોગ્સ, બિલાડી,સસલાં, ભૂંડ,વાનર, ફીશ, પક્ષીઓ સહિત 100 મિલીયન જેટલા પ્રાણીઓનો અમેરિકાની લેબોરેટરીઓમાં જીગ્નાશા તેમજ પ્રયોગોના નામે દરવર્ષે ખાત્મેા બોલાવાય છે. ભારત નેપાળ, બાંગ્લાદેશમાં પણ આવા પ્રયોગો થાય છે. માટે પ્રયોગોમાં વપરાતા પ્રાણીઓની સંખ્યા ડબલ થઇ જાય છે. અહીં મહત્વનું એ પણ છે કે કોઇ પણ રોગ ક્યોર કરવા કે સંશોધન કરવા માટેની કોઇ પેટન્ટ ભારત પાસે નથી. ભારતમાં તેલંગાણા ખાતે ટેસ્ટીંગ માટે પ્રાણી ઉછેરવા માટે 100 એકર જમીન ફાળવવામાં આવી છે.

પ્રાણીઓ પરના પ્રયોગોમાં વિજ્ઞાનીઓને લાખો વાર નિષ્ફળતા મળી છે  તેના પરથી એમ કહી શકાય કે પ્રાણીઓ પરના પ્રયોગો ટ્રાયલ એન્ડ એરર મેથડ પર થઇ રહ્યા છે. ઇતિહાસ પર નજર કરો તો ખ્યાલ આવશે કે માનવ જાતના લાભ માટે પ્રાણીઓ પર કરેલા પ્રયોગો સાવ ફ્લોપ ગયા છે. કેટલાક ડ્રગ્સ માનવ શરીરને અસર કરતા નથી છતાં પ્રાણીઓ પરના સફળ ટેસ્ટીંગના નામે તે બજારમાં મુકાય છે. જેના કારણે માનવ આરોગ્ય સામે મોટું જોખમ ઉભું થાય છે. પ્રાણીઓ પરના પ્રયોગો પરથી બે મુદ્દા જાણવા પ્રયાસ કરાય છે. એક તો એકે ડ્ગ્સના વપરાશથી માનવજાતને કોઇ જોખમ નથીને? બીજું એકે પ્રાણીઓ પરના પ્રયોગો રૂટીન પ્રમાણે કરવા પડે છે.

અમેરિકાની  ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન પરની ફેડરલ એજંસીના કેટલાક આંકડા પર નજર નાખવા જેવી છે. સત્તાવાર રીતે બહાર પડાયેલી વિગતો અનુસાર માનવ શરીર માટે વપરાતા ડ્ગ્સનું ટેસ્ટીંગ  પ્રાણીઓ પર થાય છે તે પૈકી 90 ટકા નિષ્ફળ જાય છે. આનો અર્થ એ થયો કે અનેક ડ્ગ્સ માનવ જાત માટે જોખમ ભર્યા છે.

અહી પ્રશ્ન એ નથી કે પ્રાણીઓ પર પ્રયોગો શા માટે થાય છેે પરંતુ મહત્વ એ વાતનું છે કે જે પ્રયોગો પ્રાણીઓ પર નિષ્ફળ જાય છે તે માણસ માટે ઉપયોગી બની રહે  છે. કેન્સરની સારવાર માટે અસરકારક દવા નથી મળતી તે પણ પ્રશ્ન છે.

અહીં થાલીડોમાઇડનું ઉદાહરણ આપી શકાય. 1950-60ના દાયકામાં થાલીડોમાઇડથી મોટો વિવાદ થયો હતો. પ્રાણીઓ પર તેનું સફળ પરિક્ષણ થયું હતું. ઉંઘ માટે તેમજ ઉલટી અટકાવવા માટેના ડ્રગ તરીકે તેનું માર્કેટીંગ થયું હતું. પરંતુ એકજ વર્ષમાં તેના વપરાશ બાબતે વિવાદ થયો હતો. જે મહિલાઓ આ ડ્રગ લેતી હતી તેને ડીલીવરી વખતે એવી સમસ્યા થતી હતી કે તેનું બાાળક કેટલીક ખોેડ સાથે જન્મતું હતું. જેે બાળકને પગના હોય વગેરે. (મારા ધ્યાનમાં પણ દિલ્હીનો આવો કેસ આવ્યો હતો) તપાસ બાદ ખ્યાલ આવ્યો હતો કે થાલીડોમાઇડ કારણભૂત છે. અંતે તે ડ્રગ પર પ્રતિબંધ મુકી દેવાયો હતો.

આવા તો ઘણા ઉદાહરણો છે જેમકે ક્લીઓક્વિનોલ.તેના પ્રાણીઓ પર સફળ પ્રયોગ થયા હતા. તે ઝાડા બંધ કરવા માટે વપરાતંુ ડ્રગ હતું. ઉંદર, બિલાડી,કૂતરા અને સસલાં પર તેનું સફળ પરિક્ષણ કરાયું હતું. પરંતુ જ્યારે માનવ સમુદાયે તેનો ઉપયોગ શરૂ કર્યો ત્યારે તેના કારણે અંધાપો અને લકવો થવા લાગ્યો હતો. એવી રીતે મિથાઇસરગીડનું પ્રાણીઓ પર સફળ પરિક્ષણ કરાયું હતું . આ ડ્રગ માથાના દુખાવો મટાડતા ડ્રગ તરીકે વપરાતી હતી.પરંતુ તેના કારણે માનવ શરીરમાં કિડની, હાર્ટ, પેટની પેશીઓ વગેરેને ડેમેજ થવા લાગ્યું હતું.  

આવા તો અનેક દાખલા છે. સિક્કાની બીજી બાજુ એ પણ છે કે ડ્રગ ફેલ જાય એટલે વિજ્ઞાનીઓ વધુ પ્રયોગો કરે છે પરંતુ તેના કારણે અબોલ જીવોનો જીવ જાય છે તે કોઇ વિચારતું નથી.

અહીં એક મુદ્દો એ પણ છે કે સર્જરી દરમ્યાન દર્દીના ફેફસા કામ કરતાં બંધ ના થઇ જાય એટલે પ્રેશર આપીને વેન્ટીલેશન અપાય છે. આ સફળ સિસ્ટમ સાબિત થઇ છે.પરંતુ આ પ્રયોગ પ્રાણીઓ પર નિષ્ફળ ગયો હતો. જ્યારે તે પરીક્ષણ સીધુંજ માનવજાત પર કરાયું ત્યારે તેમાં સફળતા મળી હતી. જેને મેાટું સાયન્ટીફીક સંશોધન કહેવાયું હતું.હાર્ટ સર્જરીમાં વપરાતો કેજબોલ વાલ્વની સફળતાની પણ આવીજ સ્ટોરી છે. તેનું પરિક્ષણ પ્રાણીઓમાં સફળ ના થયું પણ માનવમાં તે સફળ થયું હતું. પોલીયો વેક્સીન શોેધનાર એલ્બર્ટ સેબીને કહ્યું હતું કે મને સંશોધનમાં વાર એટલા માટે લાગી કે અમે વાનર પર સંશોધન કરવામાં ગેરમાર્ગે દોરવાયેલા રહ્યા હતા.અહીં કેટલાક મેડિકલ તેમજ સાયન્ટિફીક સંશોધકોના નિવેદનો સામેલ કર્યા છે. સસલામાં અને ડુક્કરમાં પેનીસીલીનના અસરકારક પરિણામો નહોતા મળ્યા પણ માનવ જાત પરના પ્રયોગો સફળ રહ્યા હતા.હેન્ડ બુક ઓફ લેબોરેટરી એનિમલ સાયન્સમાં લખ્યું છે કે પ્રાણીઓ પરના પ્રયોગો ગેર માર્ગે દોરનારા હોય છે અને લાખો પ્રાણીઓનો પ્રયોગાના નામે ખાત્મો બોલાવાય છે. પ્રાણીઓ પરના પ્રયોગો  સિવાય પણ પરિક્ષણ કરી શકાય એવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઇએ. આવી ટેકનીક સસ્તી પણ હોય છે. જેમકે નોન જીનોટોક્સીક કેન્સરના જોખમનું પ્રાણીઓ પર પરિક્ષણનો ખર્ચ સાત લાખ ડોલર  આવે છે જ્યારે ઇન વિટ્રો મેથડમાં માત્ર 22,000 ડોલરનો ખર્ચ થાય છે.નવી ટેકનીકની જાણકારી હોવા છતાં પ્રાણીઓ પર પરિક્ષણ કરવાની સિસ્ટમ અટકતી નથી. પોતાની જાતને એક્સપર્ટ સાયન્ટીસ્ટ માનતા લોકો સામે અવાજ ઉઠાવવાની જરૂર છે. જો મેડિકલના ઉપયોગમાં ના આવતા હોય એવા પરિક્ષણો પ્રાણીઓ પર શા માટે કરવામાં આવે છે કે જેના કારણે કરોડો અબોલ જીવો જાન ગુમાવે છે. પૈસો ગમે તેનો વપરાતો હોય પણ આરોગ્ય તો આપણું છેને?

Download Our B K News Today App



Related News