પ્રણવ અદાણીએ જણાવ્યો ધારાવીની કાયાકલ્પનો ‘માસ્ટર પ્લાન’ !

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-08-11 17:00:51
  • Views : 284
  • Modified Date : 2024-08-11 17:00:51

એશિયાની સૌથી મોટી સ્લમ ધારાવીના પુન:વિકાસની યોજના સમયસર પૂર્ણ કરવા અંગે અદાણી ગ્રૂપે ખાસ યોજના બનાવી છે.અદાણી ગ્રૂપના ડિરેક્ટર પ્રણવ અદાણીએ ધારાવીના કાયાકલ્પ કરવાની યોજના અંગે ખાસ માહિતી આપી હતી. અદાણી ગ્રૂપના ચાર ઉત્તરાધિકારીઓ પૈકી એક પ્રણવ અદાણી જૂથના સૌથી મુશ્કેલ પ્રોજેક્ટ્સનું પૈકી એક ધારાવી રિડેવલપમેન્ટનું સંચાલન કરી રહ્યા છે.ગૌતમ અદાણીની મુંબઈની 620 એકર (251 હેક્ટર) પ્રાઇમ લેન્ડને એક શાઈનીંગ સીટી હબ બનાવવાની $3 બિલિયનની યોજના હાલ ચર્ચાના ચગડોળે છે. તેવામાં પ્રણવ અદાણીએ જણાવ્યું હતું કે, “અનેક પડકારો હોવા છતાં અદાણી જૂથ સાત વર્ષની સમયમર્યાદામાં એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીનો કાયાકલ્પ કરવાનો વિશ્વાસ ધરાવે છે”.46-વર્ષીય ઉદ્યોગપતિ પ્રણવ અદાણીએ બ્લૂમબર્ગ સાથેની વિશેષ વાતચીત ઇનસાઇડ અદાણીમાં જણાવ્યું હતું કે “અમે પ્રોજેક્ટનો વિરોધ કરનાર રાજકીય પક્ષો સહિત તમામ હિતધારકો સાથે વાત કરીશું. દરેક વ્યક્તિ પોતાની રીતે અલગ-અલગ વિચારતા હોય છે. અમારા ગ્રુપને વિશ્વાસ છે કે સાત વર્ષમાં આ પ્રોજેક્ટ પૂર્ણ થઈ જશે, કારણ કે જેઓ ત્યાંની અમાનવીય પરિસ્થિતિઓમાં જીવી રહ્યા છે તેઓ અમને સંપૂર્ણ સમર્થન આપી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે, મીડિયા-ટુ-માઇનિંગ બિઝનેસ ધરાવતા અદાણી જૂથે 2022 ના અંતમાં મુંબઈની ધારાવી ઝૂંપડપટ્ટીના પુનઃવિકાસનો પ્રોજેક્ટ જીત્યો હતો. જો કે આ પ્રોજેક્ટ વધુ વિવાદાસ્પદ ત્યારે બન્યો જયારે ગત મહીને સૌથી મોટી પ્રાદેશિક વિપક્ષી પાર્ટીએ જાહેરાત કરી હતી કે જો આગામી ચૂંટણીમાં તે સત્તામાં આવશે તો ધારાવી પ્રોજેક્ટને રદ્દ કરી દેશે.લગભગ 10 લાખની વસ્તી ધરાવતી એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીના આધુનિકીકરણ માટે શહેરના વહીવટકર્તાઓએ દાયકાઓ સુધી સંઘર્ષ કર્યો છે. એટલું જ નહીં, તે ઓસ્કાર વિજેતા સ્લમડોગ મિલિયોનેરની મુખ્ય પૃષ્ઠભૂમિ પણ રહી છે. ધારાવી એક ઝૂંપડીઓની ગીચ ગૂંચ ધરાવતો વિસ્તાર છે, જ્યાં કેટલાય લોકો શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત છે. આ પ્રોજેક્ટ બનતાની સાથે જ સૌને આધુનિક સુવિધાઓ ધરાવતા નવા મકાનો મળશે.અદાણી જૂથે આ પ્રોજેક્ટ સર્વોચ્ચ બીડર દ્વારા ટાંકવામાં આવેલી રકમની બમણી કરતાં વધુ 50.7 બિલિયન રૂપિયા ($604 મિલિયન) ચૂકવવાની ઓફર કરીને જીત્યો હતો. આ પ્રોજેક્ટમાં બાકી રહી ગયેલા લોકોને શહેરના અન્ય ભાગોમાં મકાન મળશે.પ્રણવ અદાણીએ જણાવ્યું હતું કે “ધારાવી પ્રોજેક્ટમાં ઘણી તકો રહેલી છે, તે અદાણી ગ્રુપના વારસાને આગળ વધારવામાં મદદરૂપ થશે. ક્રાઈસીસ કોમ્યુનિકેટર પ્રણવ અદાણી દુબઈ સ્થિત ગૌતમભાઈના મોટાભાઈ વિનોદ અદાણીના પૂત્ર અને કુટુંબના સ્થાપક સભ્ય છે. તેઓ જૂથના મીડિયા, રિયલ એસ્ટેટ, FMCG અને શહેરી ગેસ વિતરણ વ્યવસાયોનો હવાલો સંભાળે છે.

 

Download Our B K News Today App



Related News