ડીસા તાલુકાના રસાણા ગામે આજરોજ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો.જેમાં ડીસાના ધારાસભ્ય અને નગરપાલિકા પ્રમુખનું સ્વાગત કરાયું હતું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-11 12:16:54
  • Views : 294
  • Modified Date : 2021-10-11 12:16:54

ડીસા તાલુકાના રસાણા ગામે આવેલ નકળગ દાદાના મંદિરે  આજરોજ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો.જેમાં ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા,ડીસા નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કર તેમજ નગરપાલિકા બાંધકામ સમિતિના ચેરમેન રાજુભાઈ ઠાકોરની ઉપસ્થિતિમાં આ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો.રસાણા ગામે આવેલ નકળગ દાદાના મંદિરે યોજાયેલા પ્રતિષ્ઠા કાર્યક્રમ અંતર્ગત ગામ લોકોએ ધારાસભ્ય તેમજ નગરપાલિકાના પ્રમુખનું ઢોલ નગારા સાથે સ્વાગત કરાયું હતું. હિન્દુ ધર્મમાં નવરાત્રિનું પર્વ એ સૌથી પવિત્ર માનવામાં આવે છે જે અંતર્ગત ડીસા તાલુકામાં અનેક જગ્યાઓ પર હાલમાં નવરાત્રિના પર્વને લઈ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવી રહ્યા છે. જે અંતર્ગત ડીસા તાલુકાના રસાણા ગામે પણ નકળંગ દાદાના મંદિરે પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત મોટી સંખ્યામાં ગામલોકોએ હાજર રહી ઉજવણી કરી હતી આ પ્રસંગે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા નગરપાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કર તેમજ બાંધકામ સમિતિના ચેરમેન રાજુભાઇ ઠાકોર દ્વારા પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહી નકળંગ દેવના આશીર્વાદ મેળવ્યા હતા આ પ્રતિષ્ઠા મહોત્સવમાં રસાણા તેમજ આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહી ભગવાન નકળંગ દેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Download Our B K News Today App



Related News