ડીસા તાલુકાના થેરવાડા ગામે શ્રી કુળદેવી માતાજી ની અસીમ કૃપાથી શ્રી મહાકાળી માતાજી નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-20 12:19:21
  • Views : 348
  • Modified Date : 2021-10-20 12:19:21

ડીસા તાલુકાના થેરવાડા ગામે શ્રી કુળદેવી માતાજી ની અસીમ કૃપાથી શ્રી મહાકાળી માતાજી નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો હતો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મંગલકારી પ્રથમ દિવસે શનિવારના રોજ યજ્ઞ પ્રારંભ દીપ પ્રાગટ્ય આરતી પ્રસાદ જેવા ધાર્મિક અનુષ્ઠાનો સહિતના કાર્યક્રમ યોજાયા હતા કલ્યાણકારી બીજા દિવસે માતાજી નો વરઘોડો શોભાયાત્રા જળયાત્રા મંદિર વાસ્તુ સહિત પૂજા ના શાસ્ત્રોક્ત વિધિ ના કાર્યક્રમ યોજાયા હતા રાત્રે સંતવાણી ભજન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સંત શ્રી દોલતરામ બાપુ નોરતાં વાળા ભગત જૂમારામ મહારાજ ઢેઢાલવાળા સહિત આજુબાજુના ગ્રામજનો તેમજ ભક્તો મોટી સંખ્યામાં સંતવાણીના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા સંતવાણી નો સમગ્ર ભાવિક ભક્તો અને ગ્રામજનોએ લાભ લીધો હતો જ્યારે આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ત્રીજા દિવસે દેવતા હોમ પૂર્ણાહુતિ મહાઆરતી મહાપ્રસાદ અને ભોજન પ્રસાદનું દાતાઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આ  ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દાતાઓએ ઉદાર હાથે દાનની સરવાણી વહાવી હતી વધુમાં શ્રી મહાકાળી માતાજી ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પાવન કારી પ્રસંગના ત્રીજા દિવસે જાગીરદાર રાજપૂત ક્ષત્રિય મંચ ગુજરાત ના અધ્યક્ષ બહાદુરસિંહ વાઘેલા, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ લેબજીજી ઠાકોર, પ્રકાશભાઈ ઠાકોર જોરાપુરા સરપંચ ઘાડા સરપંચ બાબરસિહ તેમજ લાલસિંહ ઝાબડીયાવાળા સહિત નામી-અનામી અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્રીજા દિવસે વિશેષ મહેમાન પદે ઉપસ્થિત રહેનાર  બહાદુરસિંહ વાઘેલા નું ઢોલ નગારા અને શરણાઈના સૂર ના તાલે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ બહાદૂર સિંહ વાઘેલાએ માતાજીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી જ્યારે આ કાર્યક્રમમાં ગ્રામજનો દ્વારા તથા ગામના અગ્રણીઓ દ્વારા ઉપસ્થિત રહેનાર સર્વે નું ફૂલહાર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું આ પાવનકારી પ્રસંગે બહાદુરસિંહ વાઘેલા એ સમાજમાં ઘર કરી ગયેલા કુરિવાજો તિલાંજલિ આપી વ્યસન મુક્ત સમાજ અને શિક્ષણની અખંડ જ્યોત જગાવવાનું આહવાન કર્યું હતું આ પ્રસંગે બહાદુરસિંહ વાઘેલાએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 11000 નું ઉદાર હાથે દાન કર્યું હતું જ્યારે લેબજીજી ઠાકોરે પણ યથાશક્તિ દાન કર્યું હતું

Download Our B K News Today App



Related News