વાસણા (વાતમ) ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-04 12:28:24
  • Views : 508
  • Modified Date : 2019-05-04 12:28:24

લાખણી તાલુકાના વાસણા ગામે સિલ્વા પરિવારના આહપાળ ગોગા મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામ-ધૂમથી ઉજવાયો હતો. ત્રણ દિવસ હવન, શ્રીખર અને શોભા યાત્રા યોજાઈ હતી અને સમસ્ત સિલ્વા પરિવાર તેમજ આજુ-બાજુની  જનતાઓ દર્શનનો લાભ લેવા ઉમટી પડી હતી. ત્રણ દિવસ ભોજન પ્રસાદનો લોકોએ લાવો લીધો હતો. ભોજન દાતા સિલ્વા દાનસુંગભાઈ વાઘાભાઈ જેસુંગપુરા વાળા તેમજ યજ્ઞના આચાર્ય શા†ી શાંતિલાલ ગોવિંદલાલ પુરાણી તેમજ વિષ્ણુપ્રસાદ ગોવિંદલાલ પુરાણી તેમજ દિયોદરના પૂર્વ ધારાસભ્ય કેશાજી ચૌહાણ તેમજ ધારાસભ્ય શીવાજી ભૂરીયા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ દિનેશભાઈ દવે, લાખણી એ. પી.એમ.સી યાર્ડના ચેરમેન બાબુભાઈ પાનકૂટા ડીસા તાલુકાના ભાજપના ઉપ પ્રમુખ બાબુભાઈ મલાભાઈ રબારી તેમજ તાલુકા પંચાયત સદસ્ય પાનકૂટા નરસિંહભાઈ મોહનભાઈ તેમજ જબરસિંહ વાઘેલા, તેમજ ગુજરાતી ગીત લેખક મનુ રબારી વગેરે તમામ ઉપસ્થિત રહી આ કાર્યક્રમના દર્શનનો લાભ લીધો હતો અને ત્રણ દિવસ પ્રાણ પ્રતિષ્ઠા રંગે ચંગે યોજાયો હતો. આ પ્રસંગે તમામ સિલ્વા પરિવારે ભારે જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.


Download Our B K News Today App



Related News