યાત્રાધામ ઢીમામાં શ્રી આશાપુરા માતાજીનો ત્રિ-દિવસિય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-30 12:44:41
  • Views : 562
  • Modified Date : 2019-04-30 12:44:41

યાત્રાધામ ઢીમામાં સમસ્ત ઢેમેચા (રાયગર) બ્રાહ્મણ પરિવાર દ્વારા શ્રી આશાપુરા માતાજીનો ત્રિ-દિવસિય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો.યજ્ઞ પ્રારંભ સવંત ૨૦૭૫ તા.૨૫/૪/૨૦૧૯ને ચૈત્ર સુદ ૬ સવારે ૮ કલાકે, ચૈત્ર સુદ ૭ને પ્રાતઃ પૂજન સવારે ૬ઃ૧૫ કલાકે, શોભાયાત્રા/ જળયાત્રા/ નગરયાત્રા સવારે ૮ કલાકે યોજાઈ હતી. ત્યારબાદ પ્રસાદવાસ્તુ, દીક્ષહોમ સવારે ૧૦ઃ૦૦ કલાકે, જલાધીવાસ બપોરે ૧૨ઃ૩૦ કલાકે, ધ્રુતાધિવાસ ૧ઃ૩૦ કલાકે, સ્નપન (૧૦૮)કળશ ૧ઃ૪૫ કલાકે, ન્યાસવિધિ સાંજે ૪ઃ૩૦ કલાકે, સાંય પૂજન થાળ આરતી સાંજે ૬ કલાકે,ચૈત્ર સુદ ૮ને શનિવારે પ્રાતઃ પૂજન સવારે ૮ કલાકે, પીઠીકા ન્યાસ સવારે ૧૦ કલાકે,પ્રાણ પ્રતિષ્ઠા અભિજીત મુહૂર્તમાં બપોરે ૧૨ઃ૩૯ કલાકે પ્રતિષ્ઠા હોમ બપોરે ૧ કલાકે, ઉત્તર પૂજન બપોરે ૪ કલાકે, બલિદાન સાંજે ૪.૩૦ કલાકે, પુર્ણાહુતી સાંજે ૪.૩૦ કલાકે તો વળી કાર્યક્રમનાં બે દિવસ ભવ્ય સંતવાણી યોજાઈ હતી. આ પ્રસંગે પ.પૂ.સંત  બ્રહ્મચારી શ્યામસ્વરૂપ મહારાજ, (અંબાજી મંદિર ઊંડાઈ), પ.પૂજ્ય નાગરવનજી મહારાજ (કરબુણ), પ.પૂજ્ય સંત  નિજાનંદજી મહારાજ (બ્રહ્મચારી આશ્રમ ગોતરકા), પ.પૂ.સંત  જાનકીદાસજી મહારાજ (શ્રીરામ આશરા અન્નક્ષેત્ર ટ્રસ્ટ ઢીમા) સહિત સંત વૃંદનાં આશીર્વચન મેળવ્યાં હતાં.


Download Our B K News Today App



Related News