ડીસા તાલુકાના આસેડા રામદેવપીરના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-27 10:52:22
  • Views : 220
  • Modified Date : 2022-03-27 10:52:22

ડીસા તાલુકાના આસેડા  રામદેવપીરના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

 

હિન્દુ ધર્મમાં ભક્તિ શક્તિ અને આસ્થાનું એક અનેરૂ મહત્વ રહેલું છે ખાસ કરીને હિંદુ ધર્મના લોકો દેવી દેવતાઓમાં સૌથી વધુ આસ્થા રાખતા હોય છે જેના કારણે દર વર્ષે અનેક દેવી-દેવતાઓના મંદિરોમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાતા હોય છે જે અંતર્ગત આજે ડીસા તાલુકાના આસેડા ગામ એ પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો ડીસા તાલુકાના આસેડા ગામે આવેલ રામાપીર ના મંદિરે આસેડા ગામના સ્થાનિક લોકો દ્વારા પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન આસેડા સહિત આજુબાજુના અનેક ગામોમાંથી ભાવિક ભક્તો દર્શનનો લાભ લીધો હતો તે ઉપરાંત પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત યોજાયેલ હવનમાં પણ લોકોએ ભક્તિ સાથે આહુતિ આપી હતી જે બાદ ભાવિક ભક્તોએ પ્રસાદી લઇ ધન્યતા અનુભવી હતી.

Download Our B K News Today App



Related News