નામદાર ગુજરાત હાઈકોર્ટેના આદેશથી લાખણી તા.પં.ના પ્રમુખ અને ઉપપ્રમુખને ચાર્જ સોંપવામાં આવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-15 11:29:55
  • Views : 949
  • Modified Date : 2020-10-15 11:29:55

લાખણી તાલુકાની ચૂંટણી યોજયાને અઢી વર્ષ જેટલો સમય વીતવા આવ્યો છે પણ ભાજપ-કોંગ્રેસની ખેંચતાણથી તાલુકા
પંચાયત વિવાદમાં છે. સરકાર દ્વારા લાખણી તાલુકા પંચાયતને સુષુપ્ત કરીને વહીવટીદાર નીમવામાં આવ્યા હતા. હવે જ્યારે અઢી વર્ષનો સમયગાળો પૂર્ણ થયો છે ત્યારે નવા પ્રમુખ અને ઉપપ્રમુખની આગામી ૧૭/૧૦/૨૦૨૦ ના દિવસે ચૂંટણી જાહેર કરવામાં આવી છે અને ચૂંટણી જાહેર થતાં રાજકીય કાવાદાવા પણ શરૂ થઈ ગયા અને ભાજપના સભ્યો એક કોંગ્રેસના સભ્યને લઈને પ્રવાસમાં પણ જતા રહ્યા છે. ત્યારે તાલુકા પંચાયતના પ્રમુખ મહેશભાઈ દવે દ્વારા નામદાર ગુજરાત હાઇકોર્ટેમાં રિવ્યુ
પિટિશન દાખલ કરવામાં આવેલ હતી. જેના અનુસંધાને હાઇકોર્ટે ગુજરાત સરકારને આદેશ આપ્યો કે પહેલા તાલુકા પંચાયત પુનઃ જીવિત કરીને સભ્યોને ચાર્જ આપો પછી જ આગળની સુનાવણી હાથ ધરવામાં આવશે. જો કોર્ટના ચુકાદાનું પાલન કરવામાં નહિ આવે તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે એવો આદેશ આપતાં વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.
બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીએ તાત્કાલિક અસરથી આદેશ જાહેર કર્યો કે લાખણી તાલુકા પંચાયતના પ્રમુખ મહેશભાઈ દવે અને અન્ય ૯ સભ્યોની નામદાર હાઈકોર્ટેમાં દાખલ કરેલ એલ.પી. એ નંબર ૧૨૭૮/૨૦૧૮ ના ઓરલ આદેશ અનુસાર લાખણી તાલુકા પંચાયતનો ચાર્જ લાખણી તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોને આપીને લાખણી તાલુકા પંચાયતને
પુનઃ જીવિત કરવામાં આવે અને જેના આધારે લાખણી તાલુકા વિકાસ અધિકારી ધર્મેશભાઈ વ્યાસે તાલુકા
પંચાયતના પ્રમુખ અને
ઉપપ્રમુખ સહિત તમામ સભ્યોને જાણ કરીને તાલુકા
પંચાયત કચેરી ખાતે તાલુકા
પંચાયતના પ્રમુખ મહેશભાઈ દવે અને ઉપપ્રમુખ ગંગાબેન સુરેશભાઈ પટેલ સહિત ૯ સભ્યોએ વિધિવત ચાર્જ સાંભળ્યો હતો. કોંગ્રેસના ઉમેદવાર અને તાલુકા
પંચાયતના પ્રમુખ મહેશભાઈ દવે ચાર્જ લેતાં તેમના સમર્થકો અને કોંગ્રેસ કાર્યકર્તાઓમાં ખુશી છવાઈ ગઈ છે. જયારે
ભાજપના ઉમેદવાર ગંગાબેન સુરેશભાઈ પટેલે પણ ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે બનાસ ડેરીના ડિરેક્ટર ધુડાભાઈ પટેલ, કોંગ્રેસ પક્ષના મેરાજભાઈ દેસાઈ, જગતાભાઈ પટેલ, ભલજીભાઈ રાજપૂત, જયેશભાઇ કરમટા, સુરેશભાઈ ગળસોર, આર. કે. સોઢા  સહિત કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા ડેલીગેટો અને કાર્યકરો હાજર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News