ભાજપના નેતાઓ જ સુપર સ્પ્રેડર બની રહ્યા છે સેકટર ૨૪ અને ૭માં ટીકાકરણમાં હાજરી આપનાર ભાજપના યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ પોઝિટિવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-15 11:46:48
  • Views : 238
  • Modified Date : 2021-04-15 11:48:53

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાનથી શરૂ કરેલા ટીકા ઉત્સવમાં ભાજપના યુવા મોરચાના પ્રમુખ બે દિવસ અગાઉ સેક્ટર ૨૪ અને સેક્ટર ૭ ખાતે ટીકા ઉત્સવમાં હાજરી આપી હતી. જે બાદ તેઓ ગત રોજ કોરોના પોઝિટિવ આવતા આ આયોજનમાં હાજર રહેનાર તમામ ભાજપના કાર્યકર્તાઓ સહિત રસી લઇ રહેલા લોકો પણ ટેન્શનમાં આવી ગયા હતા.
કાયદો કાનૂન માત્ર પ્રજા માટે હોય તેમ ભાજપના નેતાઓ પોતાના જ બનાવેલા નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. બે દિવસ અગાઉ સેક્ટર૨૪ અને ૭ખાતેથી ટીકા ઉત્સવ એટલે (રસી કરણ)ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભાજપના કાર્યકર્તાઓ સહિત નવયુક્તિ થયેલા ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ આ પ્રસંગે હાજરી આપી હતી. પ્રશ્નએ ઉપસ્થિત થાય છે કે ટીકા ઉત્સવમાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત ના થાય તો સુધી ટીકા ઉત્સવ ઉજવી ન શકાય ? શું પ્રશાંત કોરાટ આ પ્રસંગે હાજરી ના
આપી હોત તો ટીકા ઉત્સવ ઉજવાયો ન હોત ? પોતાના ઉત્સવની રંગેચંગે ઉજવણી કરવાના કારણે આજે તેમની ઉજવણીનો ભોગ પ્રજા બની રહી છે. ત્યારે રાજકીય
પક્ષ અને શાસક પક્ષ તરીકે ભાજપ માટે જવાબદારી આવે છે કે આવી રીતે કાર્યક્રર્તાઓ ભેગા ન કરવા જાેઈએ. પ્રશાંત કોરાટે પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે તે પોતે કોરોના પોઝિટિવ આવ્યા છે. જેથી છેલ્લા પાંચ દિવસમાં તેમની સંપર્કમાં આવેલા તમામ કાર્યકર્તાઓ પોતાનો કોવિડ ટેસ્ટ કરાવવા અપીલ કરી હતી.  આ ઉપરાંત મોરવાહડફની ચૂંટણીના પ્રચારમાં પણ પ્રશાંત કોરાટ ગયા હતા.

Download Our B K News Today App



Related News