૧૮ ગામનો મહાપાલિકામાં સમાવેશ કરાતા બજેટનું કદ ઓછું કરવામાંક આવ્યું તાલુકા પંચાયતમાં ગ્રાંન્ટ મુદ્દે પ્રમુખ અને ચેરમેન આમને સામને

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-27 11:49:42
  • Views : 312
  • Modified Date : 2021-03-27 11:49:42

ગાંધીનગર તાલુકા
પંચાયતમાં કોંગ્રેસની ચાલુ બોડી જ્યારથી ચૂંટાઇને આવી છે, ત્યારથી કમઠાણ જાેવા મળી રહ્યુ છે. અઢી વર્ષ બાદ કોંગ્રેસના હાથમાં સત્તા આવી હતી. ત્યારે પણ બબાલ જાેવા મળી હતી. આજે શુક્રવારે તાલુકા
પંચાયતની બજેટ બેઠક મળી હતી. બેઠક ૫ મિનિટમાં પુરી થઇ ગઇ હતી. પરંતુ હોલની બહાર આવ્યા બાદ માથાકુટ જાેવા મળી હતી. જ્યારે બેઠકમાં પ્રમુખ અને કારોબારી ચેરમેન ગ્રાન્ટ બાબતે સામ સામે આવી ગયા હતા.
ગાંધીનગર તાલુકા
પંચાયતમાં આજે શુક્રવારે બપોરે એક વાગ્યે સભાખંડમાં પ્રમુખ ગોપાળજી ઠાકોરના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. જેમાં વર્ષ ૨૦૨૦-૨૧ના વર્ષના સુધારેલ અને વર્ષ ૨૦૨૧-૨૨નું અસલ બજેટ બેઠકમાં રજૂ કરાયું હતું. જેમાં વર્ષ
૨૧-૨૨માં કુલ ૯૪૩.૯૦ લાખની અંદાજીત આવક સાથે રજૂ કરાયંુ હતું. જેમાં આશરે ૭૭૪ લાખ ખર્ચ અંદાજવામાં આવ્યો છે. જેમાં ૧૬૯.૮૦ લાખની બચત થશે, ત્યારે ૧૭ ટકા બચત સાથેના પુરાંતવાળુ અંદાજપત્ર રજૂ કરાયંુ હતંુ.
તાલુકા પંચાયતની સભામાં ૪.૫૦ કરોડની વિકાસલક્ષી ગ્રાન્ટ બાબતે પ્રમુખ અને ચેરમેન વચ્ચે ખટરાગ થયો હતો. જેમાં અગાઉ તમામ કારોબારી સત્તા ચેરમેન પાસે હતી. પરંતુ ૧૫ મા નાણા
પંચની ગ્રાન્ટને પ્રમુખે પોતાની પાસે રાખતા જ ચેરમેનના હાથ ખાલી રહેતા હતા. જેને લઇને ચેરમેન દ્વારા આ બાબતે પસ્તાળ પાડી હતી. પ્રમુખ સત્તા પોતાની પાસે રાખવા માગતા હોવાને લઇને મામલો બિચક્યો હતો. બાદમાં સમાધાન થયું હતું.
કારોબારી ચેરમેન વનિતાબેન સોલંકીએ કહ્યું હતું કે, ગત કારોબારીમાં તમામ સત્તા ચેરમેન પાસે હતી. પરંતુ પ્રમુખને તમામ સત્તાઓ
પોતાના હાથમા રાખવી હતી. જેને લઇને તમામ ૪.૫૦ કરોડની ગ્રાંન્ટ આપવા માગતા ન હતા. જેને લઇને કહેવુ પડ્યુ હતુ અને આખરે ૫૦-૫૦ ટકા ગ્રાન્ટ રાખવાની ફોર્મ્યુલા નક્કી કરાઇ હતી.
ઉલ્લેખનિય છેકે, કોંગ્રેસ ચાલુ બોડીમાં બેઠી ત્યારથી
પોતાના નેતાઓના કારણે જ
પાછી પડી રહી છે. બહુમતિ હોવા છતા અઢી વર્ષ શાસનથી હાથ ધોવા પડ્યા હતા. જ્યારે હવે ગ્રાન્ટ બાબતે ડખો શરૂ થયો હતો.

Download Our B K News Today App



Related News