પ્રકાશ જાવડેકરે કહ્યું- રાહુલ ગાંધી રક્ષા સબંધી સંસદીય સ્થાયી સમિતિની બેઠકમાં ઉપસ્થિત નથી રહેતા, અને પછી સરકારને દોષી ઠેરવે છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-17 16:52:18
  • Views : 208
  • Modified Date : 2020-12-17 16:52:18

    પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે ફરી એકવાર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા છે. જાવડેકરે ગુરુવારે કહ્યું કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ છેલ્લા એક- દોઢ વર્ષમાં સંરક્ષણ અંગેની સંસદીય સ્થાયી સમિતિની 14માંથી માત્ર બે બેઠકોમાં ભાગ લીધો હતો. તેઓ પોતે ગેરહાજર રહે છે અને પછી સરકાર અને આખી પ્રક્રિયાને દોષી ઠેરવે છે અને વિરોધમાં બેઠકમાંથી વોક આઉટ કરી જાય છે. જાવડેકરે આ બાબતે વધુમાં જણાવ્યુ હતું કે સ્થાયી સમિતિ કોઈ વિરોધ સ્થળ નથી.પ્રકાશ જાવડેકરે કહ્યું કે બંધારણીય પ્રક્રિયાઓ માટે તેમને કેટલું સન્માન છે, જ્યારે રાહુલ ગાંધી યુપીએ શાસન દરમિયાન સત્તા પર હતા, ત્યારે તેમણે કેબિનેટનો નિર્ણય ફાડી નાખ્યો હતો અને તે કચરાપેટીમાં ફેંકી દેવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીએ બંધારણીય સંસ્થાઓને માન આપવાનું શીખવું જોઈએ નહીં તો લોકશાહીમાં તેમની ભૂમિકા નહિવત્ થઈ જશે.જાવડેકરે વધુમાં કહ્યું હતું કે મહત્વની બેઠકમાં ઉપસ્થિત ન રહેવું, ચર્ચામાં પોતાના એજન્ડા બાબતે ખુલાસો ન કરવો અને પછી 'મહત્વપૂર્ણ મુદ્દા'ની બિનજરૂરી ચર્ચાનો આગ્રહ કરવો એ તમામ સંસદીય પ્રક્રિયાઓ અને બંધારણીય સંસ્થાઓનું અપમાન છે. અમે તેમના આ વલણની નિંદા કરીએ છીએ.

Download Our B K News Today App



Related News