મહાસંઘની બેઠકમાં ડેપ્યૂટી મેયરની પ્રજાના પ્રશ્નો ઉકેલવા ખાત્રી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-02 12:09:46
  • Views : 313
  • Modified Date : 2020-09-02 12:09:46

ગાંધીનગર શહેર વસાહત મહાસંઘ દ્વારા શહેરના પ્રશ્નો અંગે જનતા રેડના કાર્યક્રમ અંતર્ગત એક બેઠક સેક્ટર ૭ શિવશક્તિ મંદિર ખાતે
સે.૭-સી વસાહત મંડળના પ્રમુખ લાલુભા વાઘેલાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ પ્રસંગે વસાહત મહાસંઘના અધ્યક્ષ કેસરીસિંહ બિહોલા તથા મહાનગરપાલિકાના ડે.મેયર નાઝાકુમારના અતિથી વિશેષ
પદે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ મીટીંગમાં સે.૭ એ, બી, સી ના વસાહતીઓએ ઉપસ્થિત રહી સેક્ટરના આંતરીક રસ્તા, વરસાદી પાણીનો ભરાવોને નિકાલની વ્યવસ્થા, દબાણ અને ઝુંપડપટ્ટીનો પ્રશ્ન, ધ-૪ થી બંધ કરવામાં આવેલ રસ્તો, ટોરેન્ટ પાવર દ્વારા આપવામાં આવતા વધારે પડતા વિજ બિલો, ગેસ બિલોની ફરિયાદ, મ.ન.પા. દ્વારા અપાતા આકરા કરવેરા, રખડતાં ઢોરોનો ત્રાસ જેવા પ્રશ્નની રજુઆત કરી હતી.
આ પ્રસંગે આ વોર્ડના
કોર્પોરેટર અને શહેરના ડે.મેયર નાઝાકુમારે પ્રશ્નોને શાંતિથી સાંભળી ટૂંક સમયમાં યોગ્ય નિકાલની ખાત્રી આપી હતી. તેમણે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલા સેવાસેતુ કાર્યક્રમને સફળ બનાવી પાટનગરના રહીશોને ભવિષ્યમાં કોઇ તકલીફો ન પડે તેનું ધ્યાન રાખી વ્યવસ્થા ગોઠવવા જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News