ડીસા રસ્તાનું સમાધાન પ્રજાના પૈસાનું પાણી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-29 11:06:06
  • Views : 526
  • Modified Date : 2019-04-29 11:06:06

ડીસા નગરપાલિકા દ્વારા બે વર્ષ પહેલાં વિરેન પાર્કથી શ્યામ બંગ્લોઝ સુધી પાટણ હાઈવે નિકળતો રસ્તો કરોડો રૂપિયાના ખર્ચે  બનાવવામાં આવ્યો હતો.  શુક્રવારે રાતના બે વાગ્યાના સમયે આ રસ્તાને તોડી પાડવામાં આવ્યો હતો.  આ બાબતે ડીસા નગરપાલિકા દ્વારા અજાણ્યા શખ્સો વિરુધ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી.
ડીસા શહેરમાં પાટણ હાઇવેને જોડતો માર્ગો છેલ્લાં ઘણાં સમયથી વિવાદમાં
સંપડાયેલો છે અને આ વિવાદને લઈ અગાઉ પણ અનેકવાર તકરાર સર્જાયેલી છે. આ તકરારને પગલે અહીથી પસાર થવામાં લોકોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.  આથી ડીસા નગરપાલિકા દ્વારા ૨૦૧૭ માં  વિરેન પાર્કથી શ્યામ બંગ્લોઝ સુધી પાટણ હાઈવે નિકળતો રસ્તો નવીન માર્ગ બનાવવામાં આવ્યો હતો. આ માર્ગ કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ અહીથી રોજીંદા દિવસના હજારોની સંખ્યામાં લોકો અને વિદ્યાર્થીઓ પસાર થતાં હતા. માર્ગ બનાવ્યા બાદ પણ અહીની જમીનના માલિક પંકજભાઈ મંડોરા દ્વારા વિરોધ નોંધાવતાં આ સમગ્ર મામલો કોર્ટમાં ગયો હતો. ત્યાર  બાદ કોર્ટ દ્વારા આ માર્ગને જૈસે થે
પરિસ્થિતિમાં રાખવા અંગે સ્ટે ઓર્ડર કરવામાં આવ્યો હતો અને તાજેતરમાં જ   જમીનમાલિક અને પાલિકા વચ્ચે  સમાધાન પણ થઈ ચૂક્યું હતું. પરંતુ શુક્રવારની રાત્રીના સમયે આ રસ્તો તૂટતા  અનેક ચર્ચાઓએ જાર પકડયુ છે.
આ બાબતે પંકજભાઈ મંડોરાના તરફદારના વકીલો અને માણસોને ફોન કરતાં તેમને જણાવ્યું હતું કે આ જગ્યા પંકજભાઈની માલિકીની છે અને જે તે સમયે સ્ટે આવ્યો હતો. હવે સમાધાન થઈ ગયું છે. તો પ્રશ્ન એ બને છે કે જે તે સમયે રસ્તાનું નગરપાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ અને  જનરલ બોર્ડ સાથે સમાધાન કરવા પાછળ કયુ કારણ હોઈ શકે ? જ્યારે કોર્ટમાં સ્ટે ઉઠી ગયો હતો. ચુકાદો પંકજભાઈની તરફેણમાં હોવાની તેમના વકીલો જણાવી રહ્યા છે તો કઈ મજબુરી હતી કે પંકજભાઈએ આ રસ્તો નગરપાલિકાને બનાવી આપવાનું સમાધાન કર્યું ?
આજના જમાનાના પંકજભાઈ ખરેખર દાનવી કર્ણ સાબિત થયા છે અને ૨૫ ફૂટનો રસ્તો તેમણે પોતાના ખર્ચે બનાવી આપવાનું મહાન કામ કર્યુ છે. તેમની માલિકીનો રસ્તો રાતે બે વાગે કેમ તોડવો પડયો ? દિવસે રસ્તો તોડવા માટે તેમને કર્યો ગ્રહ નડતો હતો ? રસ્તો તોડવા માટે દિવસની જગ્યાએ રાત કેમ પસંદ કરી ? અને જાગાનુંજાગ સીસીટીવી કેમેરા પણ બંધ હતા. જા કે સીસીટીવી કેમેરા બંધ હતા કે કરવામાં આવ્યા તે પણ તપાસ માંગી લે છે ? આવા અનેક  સવાલો લોકોના મનમાં ઉઠવા પામ્યા છે.
સમગ્ર સમાધાન પાછળ પ્રજામાં માળી વાદ અને રૂપિયા વેરાયાની ચર્ચા છે. અત્યારના પ્રમુખ પણ માળી છે અને જમીનના માલિક પણ માળી છે તો કયા કારણોસર આ  ચિત્ર ઉભુ થયું છે. શું ડીસા શહેરની પ્રજા આ લાખો રૂપિયાનો
હિસાબ જતો કરશે કે પ્રજા પોતાના પૈસાનો હિસાબ માંગશે. આ તમામે પ્રજાના પૈસાનો હિસાબ માંગવો જાઈએ કે પછી ડીસાની નપુસંક પ્રજા પોતપોતાના માળામાં ગોઠવાઈ જશે. આ બાબતે લોકજાગૃત સંસ્થાઓ ધારાસભ્ય, જાગૃત ચીફ ઓફિસર, જાગૃત કલેકટર, જાગૃત પ્રાંત ઓફિસર પ્રજાના લાખો રૂપિયાના
હિસાબો માંગી જવાબદાર વ્યÂક્તને સજા કરાવે તે
ઈચ્છનિય છે.

Download Our B K News Today App



Related News