સરકારે પુલ માટે ગ્રાન્ટ ફાળવી પણ દસ વર્ષ સુધી કામ પૂર્ણ ન થતા પ્રજામાં રોષ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-29 11:36:58
  • Views : 704
  • Modified Date : 2020-06-29 11:36:58

બનાસકાંઠા જિલ્લામાં આદિવાસી વિસ્તાર ધરાવતા અમીરગઢ તાલુકાના વિરમપુર પંથકની પ્રજાને સવલત મળી રહે તે માટે સરકાર દ્વારા બાલારામ નદી પર પુલ બનાવવા માટે ખાનગી એજન્સીને કામગીરી સોંપવામાં આવી હતી. પરંતુ નદીના કડક પત્થરો તેમજ પાણીનો ભરાવો રહેતો હોવાથી દસ વર્ષ થયા
પણ કામ પૂર્ણ થયું નથી.
બાલારામ નદી પર લઘુ સિંચાઇ યોજના તળેનો ડેમ આવેલો હોવાથી તેમજ મુખ્ય માર્ગ ડુબમાં જતો રહેવાથી લોકોને તેમજ વાહન ચાલકોને અનેક પ્રકારની મુશ્કેલી વેઠવી
પડે છે. આ સમસ્યાના ઉકેલ માટે તંત્ર દ્વારા પુલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ આયોજન છેલ્લા દસ વર્ષથી ઝોલા ખાઇ રહ્યુ છે. છેલ્લા દસ વર્ષના સમયગાળા દરમ્યાન પુલ બનાવવા માટે ત્રણ જેટલી એજન્સીઓ બદલાઈ ગઇ છે પરંતુ કામ પૂર્ણ થયું નથી. જેના કારણે ત્રીસથી પાંત્રીસ જેટલા ગામના વાહનચાલકોએ દસેક કિલોમીટરનું વધારે અંતર
કાપવું પડી રહ્યું છે. હવે ચોમાસાના આગમનની પણ તૈયારી છે ત્યારે આ પુલ ઝડપી બનીને તૈયાર થાય તો  લોકોને પડતી મુશ્કેલી દુર થાય તેમ છે તેવી પ્રજાની માંગણી છે.


Download Our B K News Today App



Related News