ધાનેરામાં લુખ્ખા તત્વોના ત્રાસથી પ્રજાજનો ત્રાહિમામ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-10 11:53:36
  • Views : 4296
  • Modified Date : 2019-11-11 19:18:46

ધાનેરા શહેરમાં છેલ્લાં કેટલાંક સમયથી દારુના ખુલ્લેઆમ થતા વેચાણના કારણે દારુડીયાઓ છટકા બનીને લોકોને જાહેરમાં ગાળો બોલતા તેમજ મારતા નજરે પડતા હોય છે ત્યારે શુક્રવારની મોડી સાંજે એક શખ્સે યુવકના પેટમાં ચાકુ મારતાં ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને જેલના સળીયા
પાછળ ધકેલી દીધો હતો.
ધાનેરા ટાઉનમાં છેલ્લાં કેટલાંક મહિનાઓથી દારુની બદી વધતાં તેમજ દારુનો ખુલ્લેઆમ વેપાર થતાં લોકોમાં દારુ પીવાનું પ્રમાણ વધ્યુ છે અને લોકો જાહેરમાં ધમાલ કરતા જોવા મળી રહ્યા છે તેમ છતાં પોલીસ દ્વારા આવા લોકો સામે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. આવા લુખ્ખા તત્વો તેમજ દારુડીયાઓના ત્રાસનો ભોગ અન્ય લોકો બની રહ્યા છે. શુક્રવારે સાંજના સુમારે નેનાવા ત્રણ રસ્તા પાસે ધાનેરામાં રહેતા દશરથભાઇ ઉમાભાઇ પટેલ કરીયાણાની દુકાને સામાન લેતા હતા. ત્યારે ત્યાં ઉભેલા પિન્ટુ મફા વાઘેલા નામના સખ્સે દશરથભાઇને કહેલ કે તુ આ દુકાને કેમ આવેલ તેમ કહીને ગાળાગાળી કરતાં તેમજ લાફો મારતા દશરથભાઇએ ગાળો બોલવાની ના પાડતા અને લાફો મારવા જતાં તેનો હાથ પકડતા પિન્ટુએ પોતાની પાસે રહેલ ચપ્પુ દશરથના પેટના ભાગે મારતાં દશરથભાઇ પટેલે બુમ પાડતા અન્ય લોકો આવી જતાં પિન્ટુ નામનો ઇસમ ભાગી છુટેલ. ત્યાં ઉભેલા લોકોએ ઇજાગ્રસ્તને સરકારી હોસ્પટલ ખાતે લાવેલ અને પોલીસને આ ઘટનાની જાણ કરતાં પોલીસે ગણતરીના સમયમાં આરોપીને દબોચી લીધો હતો અને જેલના સળીયા પાછળ ઘકેલ્યો હતો. જ્યારે દશરથભાઇ પટેલને સારવાર માટે ધાનેરાની સરકારી હોસ્પટલમાં રાખવામાં આવ્યા છે.

Download Our B K News Today App



Related News